સમાજના જુદા જુદા
વર્ગના અને માનદ્
સેવા આપતા ઇચ્છતા
લોકોને દળમાં સામેલ
કરી, તાલીમ આપી
શિસ્તબદ્ધ નાગરિકો
તૈયાર કરવા તે
હોમગાર્ડ્ઝનું
પ્રથમ લક્ષ્ય છે.
આ શિસ્તબદ્ધ નાગરિકો
કુદરતી અને માનવસર્જિત
હોનારતોના સમયે
સમાજની નિસ્વાર્થ
સેવા કરી લોકોનો
જુસ્સો જળવાઈ રહે
તેવા પ્રયત્નો
કરે છે આ ઉપરાંત,
આ દળના સભ્યો કટોકટી
અને દેશની આંતરિક
સુરક્ષાનો પ્રશ્ન
ઊભો થાય ત્યારે
શિસ્તબદ્ધ રીતે
સલામતી દળોને મદદરૂપ
થાય છે.
|