ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

પરિચય

7/6/2025 3:27:55 PM

હોમગાર્ડઝ દળનો પરિચયઃ-

  • ૬ ઠ્ઠી ડીસેમ્બર ૧૯૪૭ ના રોજ બૃહદ મુંબઇ રાજયમાં પોલીસની મદદમાં કાયદો અને વ્યવસ્થાનાં જાળવવાનાં હેતુસર તથા દેશની કુદરતી અને માનવસર્જીત આપત્તિઓમાં આંતરિક સુરક્ષાની જાળવણી માટે ગૃહ રક્ષક દળની સ્થાપના કરવામાં આવેલ. આ માનદ દળમાં સમાજના વિવિધ વર્ગમાંથી માનદ સેવા બજાવવાનાં હેતુસર સમાજનાં નાગરીકો જોડાય છે. નાગરીકો તેમનાં વ્યવસાય/ નોકરી વિગેરેનાં સમયબાદ આ સંસ્થામાં માનદ સેવા આપે છે. હાલમાં ૩૮,૮૪૬ જેટલા પુરૂષ/મહિલા આ સંસ્થામાં સેવાઓ આપી રહ્યા છે. હોમગાર્ડઝ ગુજરાત રાજયના નિયંત્રણ હેઠળ ૩૯ જીલ્લા હોમગાર્ડઝ કચેરીઓ તથા ૪૦૧ યુનીટ કચેરીઓ કાર્યરત છે.
  • સને ૧૯૭૧ ના હિન્દુસ્તાન- પાકિસ્તાન યુધ્ધ પછી જમીનની સરહદોને વધુ સુદ્રઢ કરવાની જણાતાં સરકારશ્રી તરફથી સરહદીપાંખ હોમગાર્ડઝની રચના કરવામાં આવેલ છે. સરહદી વિસ્તારમાં બોર્ડરવિંગ હોમગાર્ડઝની બે બટાલિયનો અનુક્રમે બટાલિયન   નં. ૦૧ પાલનપુર (બનાસકાંઠા) તેમજ બટાલિયન નં.૦૨ ભુજ (કચ્છ) ખાતે સને ૧૯૮૦ – ૮૧ થી કાર્યરત છે. બન્ને બટાલિયનનાં સભ્યો આંતરાષ્ટ્રીય સરહદ પર ફરજો બજાવેલ છે તદ્દઉપરાંત રાજયમાં કાયદો વ્યવસ્થાની ફરજો, જેલસુરક્ષા તેમજ લોકસભા / વિધાનસભા ચુંટણી પ્રસંગે રાજ્ય / આંતરરાજ્ય ચુંટણી ફરજો બજાવી રહ્યા છે.