ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

અધિકારીઓની સત્તા અને ફરજો

7/4/2025 4:20:18 PM
 

-     હોમગાર્ડઝ કચેરી અસ્તિત્વમાં આવી ત્યારથી કમાન્ડન્ટ જનરલ,  હોમગાર્ડઝ અને નિયામક, નાગરીક સંરક્ષણ, ગુજરાત રાજય અમદાવાદની જગ્યા પર નીચે મુજબના અધિકારીઓએ ફરજ બજાવેલ છે.

 

ક્રમ

નામ

સમયગાળો

શ્રી ઉદયન ચિનુભાઇ બેરોનેટ(માનદ)

તા.૧/૫/૬૦ થી તા.૧૬/૯/૮૭

શ્રી શીવલાલ(આઇ.પી.એસ.)

તા.૧૭/૯/૮૭ થી તા.૪/૧/૯૦

શ્રી બી.કે.ઝા(આઇ.પી.એસ.)

તા.૯/૧/૯૦ થી તા.૩૧/૩/૯૦

શ્રી એ.કે.ટંડન(આઇ.પી.એસ.)

તા.૬/૪/૯૦ થી તા.૫/૭/૯૧

શ્રી એસ.એન.સિંહા(આઇ.પી.એસ.)

તા.૩/૯/૯૧ થી તા.૧૧/૯/૯૨

શ્રી જે.એસ.બિન્દ્રા(આઇ.પી.એસ.)

તા.૭/૧૦/૯૦ થી તા.૧૩/૧૨/૯૩

શ્રી સી.પી.સિંગ(આઇ.પી.એસ.)

તા.૧૪/૧૨/૯૩ થી તા.૩૦/૧૧/૯૫

શ્રી પી.કે.બંસલ(આઇ.પી.એસ.)

તા.૧/૧૨/૯૫ થી તા.૩/૬/૯૬

શ્રી વિજયસિંહ ગુમાન(આઇ.પી.એસ.)

તા.૪/૬/૯૬ થી તા.૭/૬/૯૭

૧૦

શ્રી કે.એસ.ચતુર્વેદી(આઇ.પી.એસ.)

તા.૭/૬/૯૭ થી તા.૨૧/૪/૯૮

૧૧

શ્રી આર.ડી.તામ્હણે(આઇ.પી.એસ.)

તા.૧૮/૫/૯૮ થી તા.૩૦/૯/૨૦૦૦

૧૨

શ્રી કે.એસ.ચતુર્વેદી(આઇ.પી.એસ.)

તા.૨૧/૧૦/૨૦૦૦ થી તા.૧૦/૪/૨૦૦૨

૧૩

શ્રી આર.એન.ભટૃાચાર્ય(આઇ.પી.એસ.)

તા.૧૧/૪/૨૦૦૨ થી તા.૨૨/૫/૨૦૦૨

૧૪

શ્રી એ.કે.ભાર્ગવ(આઇ.પી.એસ.)

તા.૨૩/૫/૨૦૦૨ થી તા.૯/૧૧/૨૦૦૩

૧૫

શ્રી એમ.કે.ટંડન(આઇ.પી.એસ.)

તા.૧૦/૧૧/૨૦૦૩ થી તા.૨૩/૦૨/૨૦૦૫

૧૬

શ્રી એ.સી.ભાર્ગવ(આઇ.પી.એસ.)

તા.૨૪/૦૨/૨૦૦૫ થી તા.૩૧/૧૦/૨૦૦૫

૧૭

શ્રી પી.સી.પાંડે(આઇ.પી.એસ.)

તા.૧/૧૧/૨૦૦૫ થી તા.૨૬/૧/૨૦૦૬

૧૮

શ્રી જી.સી.રાયગર(આઇ.પી.એસ.)

તા.૨૭/૦૧/૨૦૦૬ થી તા.૩૦/૬/૨૦૦૭

૧૯

શ્રી દિપક સ્વરૂપ(આઇ.પી.એસ.)

તા.૧/૭/૨૦૦૭ થી તા.૨૫/૭/૨૦૦૮

૨૦

શ્રી રાજન પ્રિયદર્શી(આઇ.પી.એસ.)

તા.૨૫/૭/૨૦૦૮ થી તા.૨૬/૨/૨૦૦૯

૨૧

શ્રી આર.એમ.એસ.બ્રાર(આઇ.પી.એસ.)

તા.૨૬/૨/૨૦૦૯ થી તા.૩૦/૧૧/૨૦૧૦

૨૨

શ્રી એસ.કે.સિન્હા(આઇ.પી.એસ.)

તા.૧/૧૨/૨૦૧૦ થી તા.૧૯/૬/૨૦૧૧

૨૩

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૨૦/૬/૨૦૧૧ થી તા.૨૩/૯/૨૦૧૨

૨૪

શ્રી દિપક સ્વરૂપ(આઇ.પી.એસ.)

તા.૨૪/૯/૨૦૧૨ થી તા.૩૧/૩/૨૦૧૩(ચાર્જમાં)

૨૫

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૧/૪/૨૦૧૩ થી તા.૨૦/૧૨/૨૦૧૩

૨૬

શ્રી એચ.પી.સીંધ(આઇ.પી.એસ.)

તા.૨૧/૧૨/૨૦૧૩ થી તા.૩૧/૩/૨૦૧૭

૨૭

શ્રીમતી ગીથા જોહરી(આઇ.પી.એસ.)

તા.૧/૪/૨૦૧૭ થી તા.૨/૧૦/૨૦૧૭(ચાર્જમાં)

૨૮

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૩/૧૦/૨૦૧૭ થી તા.૨૮/૨/૨૦૧૮(ચાર્જમાં)

૨૯

શ્રી ટી.એસ.બિષ્ટ(આઇ.પી.એસ.)

તા.૬/૩/૨૦૧૮ થી તા.૧૬/૭/૨૦૧૮(ચાર્જમાં)

૩૦

શ્રી પી.બી.ગોંદિયા(આઇ.પી.એસ.)

તા.૧૭/૭/૨૦૧૭ થી તા.૬/૩/૨૦૧૯

૩૧

શ્રી ટી.એસ.બિષ્ટ(આઇ.પી.એસ.)

તા.૭/૩/૨૦૧૯ થી  તા.૦૩/૦૮/૨૦૨૦

૩૨

ડૅા.નીરજા ગોટરુ (આઇ.પી.એસ.)

તા.૦૪/૦૮/૨૦૨૦ થી  તા.૦૫/૦૯/૨૦૨૩

૩૩

શ્રી મનોજ અગ્રવાલ (આઇ.પી.એસ.)

તા.૦૬/૦૯/૨૦૨૩ થી આજ દિન સુધી

 

સીનીયર સ્ટાફ ઓફિસર

હોમગાર્ડઝ તંત્ર હેઠળ સીનીયર સ્ટાફ ઓફિસર વર્ગ-1ની 1(એક) જગ્યા દ્વારા સને 1969 ઉભી કરવામાં આવેલ છે. હોમગાર્ડઝની પ્રવૃતિઓમા વધારો થવાના કારણે વહીવટી, તાલીમ, હિસાબી વગેરે કામગીરીમાં પણ ઉત્તરોઉત્તર વધારો થતા આ જગ્યા ઉભી કરવામાં આવેલ છે. આ જગ્યા પર હાલમાં સચિવાલયમાંથી સંયુક્ત સચિવનાં અધિકારીને પ્રતિનિયુક્તિનાં ધોરણે નિમણુંક આપવામાં આવે છે.

કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય, અમદાવાદની કચેરી રાજ્યકક્ષાની મુખ્ય કચેરી છે. સીનીયર સ્ટાફ ઓફિસર ખાતાનાં વડાની મુખ્ય કચેરીનાં “કચેરીના વડા” છે. વહીવટની કામગીરી તેમજ આ ખાતાની સચિવાલય વહીવટ વિભાગો સાથેની કામગીરીમાં સરળતા રહે અને ખાતાની કામગીરી સારી રીતે થાય તે માટે સચિવાલયનાં વહીવટી વિભાગમાંથી સંયુક્ત સચિવનાં અધિકારીને પ્રતિનિયુક્તિથી નિમણુંક આપવામાં આવે છે.

સીનીયર સ્ટાફ ઓફિસરની ફરજોઃ-

સિનિયર સ્ટાફ ઓફીસર(પ.ધો.: ૩૭૪૦૦ – ૬૭૦૦૦, ગ્રેડ પે રૂ. ૮૭૦૦)

હેડકવાટર્સ અને જિલ્‍લા કચેરીઓ સહીત મહેકમની બાબતો, સ્ટોર્સશાખાની તમામ કામગીરી, સરહદીપાંખ હોમગાર્ડઝ શાખાની, તાલીમશાખાની કામગીરી, રેકર્ડ, સ્ટેશનરી, લાયબ્રેરી, ડેડસ્ટોક સામાન, મોટરવાહનને લગતી કામગીરી, રજુસ્ટ્રીશાખા અને ટાઇપીંગશાખાની સુરપવીઝનની કામગીરી, ગવર્નમેન્ટ કંટ્રોલ રજીસ્ટર, ડીઓલેટર રજીસ્ટર, લોકસભા- વિધાનસભા પ્રશ્ન રજીસ્ટર અને વર્કશીટ એબસ્ટ્રેકટની તમામ કામગીરી તેમજ કમાન્ડન્ટ જનરલ તથા નાયબ કમાન્ડન્ટ જનરલ ધ્વારા સોંપાતી કામગીરી, જીલ્‍લા તથા શાખાની ચકાસણી, કચેરીમાં ફરીયાદો, ખાતાનાં વડાની કચેરીનાં વડા તરીકે નિયંત્રણ અધિકારીની કામગીરી, સ્ટોર્સ તેમજ ખરીદી અંગેની કામગીરી.


હોદ્દા પ્રમાણે રેન્ક દર્શાવતુ પત્રક