ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

આપના પ્રશ્નો-અમારા ઉત્તર

5/27/2022 9:38:26 AM
 

૧. હોમગાર્ડઝમાં ભરતી થવાની શૈક્ષણિક લાયકાત શી છે ?

 • હોમગાર્ડઝમાં ભરતી થવા માટે ધોરણ-૧૦ પાસ હોવું જરૂરી છે.

૨. હોમગાર્ડઝમાં ભરતી ક્યારે થશે તે અંગે જાણકારી કઈ રીતે મળે ?

 • હોમગાર્ડઝની ભરતી માટે સ્થાનિક યુનિટનો સંપર્ક કરવાથી જાણી શકાય.

૩. હોમગાર્ડઝમાં વેતનનો દર શો છે?

 • હોમગાર્ડઝ દળ માનદ સેવા હોવાથી પગાર ચૂકવવામાં આવતો નથી. ફરજ પર આવનાર
  સભ્યને રૂ.૩૦૦/- માનદ ફરજ ભથ્થું અને રૂ.૪/- ધોલાઈ ભથ્થું ચૂકવવામાં આવે છે.

૪. હોમગાર્ડઝમાં કાયમી થઈ શકાશે ?

 • આ સંસ્થા માનદ હોઈ કાયમી થઈ શકાશે નહીં અને તેની મુદત ત્રણ વર્ષની હોય છે.

૫. હોમગાર્ડઝમાં અધિકારી થવાની લાયકાત શી છે?

 • હોમગાર્ડઝમાં અધિકારી થવા માટે સ્નાતક હોય, સમાજમાં મોભો ધરાવતી અને એન.સી.સી.ની તાલીમ મેળવેલી હોય તેવી વ્યક્તિને નિમણૂક આપવામાં આવે છે.

૬. કયા પ્રકારની કામગીરી હોમગાર્ડઝ પાસેથી લેવામાં આવે છે.

 • સરકારી મકાનોની ચોકી કરવી અને ગુનો થતો અટકાવવા ચોકી કરવી.
 • રાજ્ય સરકાર અથવા કમાન્ડન્ટ જનરલ વખતો વખત સોંપે તેવી અન્ય ફરજો બજાવવી.
 • પોલીસની મદદમાં રહી કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી.
 • હોમગાર્ડઝ દળના જવાનોએ પોલીસ સાથેની ફરજો સિવાયની અન્ય ફરજો બજાવે છે. જેવી કે સિવિલ હોસ્પિટલ, એરપોર્ટ, રિમાન્ડ હોમ, રિઝર્વ બેન્ક. ઉક્ત ફરજ દરમિયાન મહેનતાણાનાં નાણાં અને ૩૦ ટકા વહીવટી ખર્ચ જે તે સંસ્થા/ખાતા પાસેથી વસૂલી લેવામાં આવે છે.