ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

નાગરિક અધિકાર પત્ર

7/4/2025 11:35:05 AM

નાગરિક અધિકારપત્ર

  નિષ્કામ માનદ સેવા રાષ્ટ્રીય સેવામાં જોડાવો

(૧) ગૃહરક્ષકદળ દળમાં ભરતી થવા માટે નીચે મુજબની લાયકાત નિયત કરેલી છે.

  • ઓછામાં ઓછુ ધોરણ-૧૦ પાસ
  • ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.
  • સરકારશ્રીએ નિયત કરેલા ધોરણો મુજબ તે તબીબી અને શારીરિક દ્રષ્ટિએ યોગ્ય હોવા જોઇએ.

(૨) ગૃહરક્ષદળના સભ્યોના કાર્યો અને ફરજો.

  • પોલીસની મદદમાં કાયદો અને વ્ય્વસ્થાની જાળવણી કરવી.
  • સરકારી મકાનોની ચોકી કરવી.
  • કુદરતી અને માનવસર્જીત આપત્તિ સમયે બચાવ-રાહતની કામગીરી બજાવવી.
  • રાજય સરકાર અથવા કમાન્ડન્ટ જનરલશ્રી વખતોવખત સોંપે તેવી ફરજો બજાવવી.
  • આ સંસ્થા માનદ છે, સભ્યો પગારદાર કે કાયમી કર્મચારી નથી. જેથી પગાર ચુકવવામાં આવતો નથી.
  • એક દિવસનું ફરજ ભથ્થા રૂ.૪૫૦/- અને ધોલાઈ ભથ્થું રૂ.૪/- લેખે કુલ ફરજ ભથ્થુ રૂ.૪૫૪/- ઈ-પેમેન્ટ મારફતે ચૂકવવામાં આવે છે.

(૩) ગૃહરક્ષકદળના ભથ્થાઓ ફરજ પર બોલાવવામાં આવે ત્યારે....

  • સ્થાનિક અસામાન્ય સંજોગોમાં ૧૨ કલાકથી વધુ ફરજ માટે રીફ્રેશમેન્ટ ભથ્થુ રૂા.૧૫/-
  • આઠ કી.મી.બહારની ફરજ માટે ફરજભથ્થા ઉપરાંત ચૂકવેલુ ખરેખર ભાડું દૈનિક ભથથુ સમય પ્રમાણે રૂા.૫૫/-
  • પોકેટ એલાઉન્સ એક પરેડના રૂા.૪૦/- મહિનામાં ચાર પરેડમાંથી બે પરેડ અઢી કલાક કરવી ફરજીયાત છે.

                માનદ સભ્યોના હોદાની મુદત ત્રણ વર્ષની છે. 

 

હોમગાર્ડઝ સભ્યોના ફરજ ભથ્થામાં થયેલ વધારાની વિગત દર્શાવતું પત્રક

ક્રમ

ફરજ ભથ્થાનાં દરની રકમ (રૂા.)

કયારથી અમલ થયેલ

સરકારશ્રીના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક / તારીખ

રૂ.૮/-

૦૧/૦૪/૧૯૮૩

હગદ/૧૦૮૧/૪૦૪૮/ફ,  તા.૧૫/૦૩/૧૯૮૩

રૂ.૧૫/-

૧૨/૧૧/૧૯૮૪

હગદ/૧૦૮૪/૩૭૬૨/ફ,  તા.૧૮/૧૨/૧૯૮૪

રૂ.૨૨/-

૧૫/૧૨/૧૯૮૮

હગદ/૧૦૮૮/૧૨૩૪/ફ,  તા.૧૫/૧૨/૧૯૮૮

રૂ.૩૧/-

૦૧/૦૪/૧૯૯૬

હગદ/૧૦૯૨/ભા.સ./૧૩૭/ફ,તા.૨૧/૧૨/૧૯૯૬

રૂ.૪૦/-

૦૧/૦૪/૨૦૦૦

હગદ/૧૦૯૨/ભા.સ/૧૩૭/ફ,તા.૨૩/૦૩/૨૦૦૦

રૂ.૪૫/-

૦૧/૦૪/૨૦૦૧

હગદ/૧૦૯૨/ભા.સ/૧૩૭/ફ તા.૩૧/૦૩/૨૦૦૧

રૂ.૫૦/-

૦૧/૦૪/૨૦૦૫

હગદ/૧૦૯૨/ભા.સ/૧૩૭/ફ તા.૦૪/૦૨/૨૦૦૫

રૂ.૮૦/-

૦૧/૦૧/૨૦૦૯

હગદ/૧૦૨૦૦૨/મં-૧/ફ, તા.૧૧/૧૨/૨૦૦૮

રૂ.૨૦૦/-

૦૧/૦૯/૨૦૧૨

હગદ/૧૦૨૦૧૨/મં-૧/ફ, તા.૨૬/૦૯/૨૦૧૨

૧૦

રૂ.૩૦૦/-

૦૧/૦૪/૨૦૧૭

હગદ/૧૦૨૦૧૫/૭૧૩/ફ, તા.૦૩/૦૪/૨૦૧૭

૧૧

રૂ.૪૫૦/-

૦૧/૧૧/૨૦૨૨

હગદ/૧૦૨૦૧૭/૧૧૩૦(૧)/ફ, તા.૦૨/૧૧/૨૦૨૨