ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

ગૃહ રક્ષક દળ ભરતી

5/27/2022 9:13:28 AM
 

ગૃહ રક્ષક દળ ભરતી

ગૃહરક્ષક દળમાં સમાજના વિવિધ વર્ગના નાગરિકો ભરતી થઈ કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસ દળને મદદરૂપ થાય છે તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં વહીવટી તંત્રને મદદરૂપ થાય છે.

ગૃહરક્ષક દળમાં સેવા  આપવા ઇચ્છા  ધરાવતા સમાજના તમામ વર્ગના કોઈપણ નાગરિક જોડાઈ શકે છે. આ અંગે નીચે દશાવેલી કાર્યપદ્ધતિથી અને લાયકાત ધરાવનારને હોમગાર્ડઝ સભ્ય તરીકે દાખલ કરવામાં આવે છે.

દળમાં ભરતી થવા ઇચ્છિત વ્યક્તિ

  • ભારતનો નાગરિક હોવો જોઈએ.
  • ગુનાહિત  કૃત્યમાં સંડોવાયેલી ન હોવો  જોઈએ.
  • તેની ઉંમર ૧૮ વર્ષની હોય અને ૫૦ વર્ષની થઈ ન હોય.
  • કોઈપણ ભાષામાં તેણે ધોરણ-૧૦ ની પરીક્ષા પાસ કરી હોય.
  • કમાન્ડન્ટ જનરલશ્રીના આદેશો અનુસાર તેની તબીબી તપાસ કરવામાં આવી હોય અને કમાન્ડન્ટના અભિપ્રાય મુજબ તે શારીરિક દ્રષ્ટીએ યોગ્ય હોય.
  • હોમગાર્ડઝના સભ્ય તરીકે નીમવા ઇચ્છિત વ્‍યક્તિએ નમૂનો "ક" માં અરજી કરવી જોઈએ.
  • જે વિસ્તારમાં ભરતી થવા  ઇચ્છીત વ્યક્તિએ ૨૧ રીક્રુટ પરેડમાં તાલીમ સ્વખર્ચે તથા  પોતાના જોખમે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે.
  • હોમગાર્ડઝના સભ્ય તરીકે પોતાની નિમણૂક થતાં પહેલા દરેક વ્યક્તિએ કમાન્ડન્ટ અથવા તેણે આ હેતુ માટે અધિકૃત કરેલા અધિકારીની સમક્ષ નમૂનો "ખ" પ્રમાણેના પ્રતિજ્ઞાપત્ર ઉપર સહી કરવી જોઈશે.
  • હોમગાર્ડઝના સભ્ય તરીકે નિમાયેલી દરેક વ્યક્તિને નમૂના "ગ" પ્રમાણેનું નિમણૂક પ્રમાણપત્ર મળશે.

હોમગાર્ડઝમાં ભરતી થવા માટેની પુરુષ તથા મહિલા સભ્યની શારીરિક લાયકાત