ગૃહ રક્ષક દળ
http://www.homeguards.gujarat.gov.in

લક્ષ્‍ય/હેતુઓ

7/11/2025 12:32:03 PM

લક્ષ્‍ય

સમાજના જુદા જુદા વર્ગના માનદ સેવા આપ‍વા ઇચ્‍છતા લોકોને દળમાં લઈ, તાલીમ આપી એક શિસ્‍તબદ્ધ નાગરિક તૈયાર કરવો. આ શિસ્‍તબદ્ધ નાગરિક દ્વારા કુદરતી અને માનવસર્જિત હોનારતોના સમયે સમાજની નિઃસ્‍વાર્થ રીતે સેવા કરી સમાજનો જોમ-જુસ્‍સો જળવાઈ રહે તે જોવું તેમ જ દેશમાં કટોકટી અને આંતરિક સુરક્ષાના સમયે પોલીસ તથા પ્રશાસનની સાથે રહી નિષ્‍કામ કામગીરીની ભાવના કેળવવી.

 

હેતુઓ

  • સમાજના તમામ વર્ગના લોકોને તાલીમબદ્ધ કરવા.

  • પોલીસની સાથે કાયદો અને વ્‍યવસ્‍થા તથા રાજ્ય / દેશની આંતરિક સલામતી જાળવવી.

  • પોલીસ / બોર્ડર સિક્યોરિટી ફોર્સની મદદમાં રહીને આંતરિક રાષ્‍ટ્રીય અને રાષ્‍ટ્રીય સરહદની સલામતી જાળવવી.

  • માનવસર્જિત અને કુદરતી હોનારતમાં પોલીસ તેમ જ સ્‍થાનિક પ્રશાસનની મદદ કરવી.

  • સરકારી સંસ્‍થાનો અને સરકારી મિલકતનું રક્ષણ કરવું.

  • સમાજના નબળા વર્ગોને કોમી-હુલ્‍લડના સમયે મદદ કરવી.