બોર્ડરવીંગ હોમગાર્ડઝ નું વિવરણ
પ્રસ્તાવના
સને ૧૯૭૧ ના હિન્દુસ્તાન - પાકિસ્તાનના યુધ્ધ પછી જમીની સરહદોને વધુ સુદઢ કરવાની જરુરીયાત જણાતાં સરકારશ્રી તરફથી બોર્ડરવીંગ હોમગાર્ડઝની રચના કરવામાં આવેલ છે. જેના અનુસંધાને ભારત સરકારના ગૃહ મંત્રાલય, દિલ્હી તરફથી તેઓના ખાનગી પત્ર નં. આઇ/૩૬૦૧૧/૧૦/૭૮/ડીજીસીડી (એચ.જી)/તારીખ: ર૯/૬/ ૧૯૭૯ થી ગુજરાત રાજય માટે સરહદીપાંખ હોમગાર્ડઝની બે બટાલીયન મંજુર કરવામાં આવેલ. જેમાં એક બટાલીયનનું મુખ્ય મથક ભુજ-કચ્છ ખાતે અને બીજી બટાલીયનનું મુખ્ય મથક બનાસકાંઠા- પાલનપુર ખાતે નકકી કરવામાં આવેલ. આ બન્ને બટાલીયન સને ૧૯૮૧થી કાર્યરત છે. ગુજરાતે પાકિસ્તાન સાથેની જમીની બોર્ડર પ૧ર કી.મી.ની છે. જયારે કોસ્ટલ બોર્ડર ૧૬૦૦ કી.મી.ની છે. ત્યારબાદ સને ૧૯૯૭માં કોસ્ટલ દરિયાઇ પટ્ટીની સુરક્ષાને ધ્યાનમાં લઇ તેમજ પાડોશી રાજય રાજયસ્તાન અને પંજાબની બોર્ડરમાં ફેન્સીંગ કરતાં પાકિસ્તાન આઇ.એસ.આઇ. એજન્ટ તરફથી કાશ્મીર તેમજ ગુજરાત રાજયના સરહદી વિસ્તારમાં ધુસણખોરીની કામગીરી, ભાંગફોડની પ્રવૃત્તિ, આર.ડી.એકસ., હથિયાર-દારુગોળો, હેરોઇન, જાલીનોટો, ઘુસાડવાની વિગરે દેશ વિરોધી પ્રવૃતિને વધુ સક્રિય કરવામાં આવેલ હોઇ સરકારશ્રી તરફથી આ કૃત્ય ગંભીરતાથી ધ્યાનમાં લઇ તટીય વિસ્તારને સુદઢ કરવા માટે ભારત સરકાર તરફથી તેઓના ખાનગી પત્ર તા: ૧૭/૧૧/૯૭ થી સૌરાષ્ટ્ર, જામનગર, અન. કચ્છ જીલ્લાના દરિયાઇ કાંઠાના વિસ્તારમાં બે બટાલીયનો ઉભી કરવાની મંજુરી આપવામાં આવેલ છે. જેઓનું મુખ્ય મથક જામનગર તથા નલીયા-કચ્છ ખાતે કાર્યરત છે.
બોર્ડરવીંગ હોમગાર્ડને ફરજ ઉપરાંત નીચે મુજબનો રોલ આપવામાં આવે છે.
રોલ શાંતિના સમયે બોર્ડરના ગામડાઓની લોકલ સીકયુરીટીમાં મદદ કરવી. તંગદીલીના સમયમાં સરહદી એરીયામાં લાઇન કોમ્યુનીકેશન જાળવવાની કામગીરી. બી.એસ.એફ./ પોલીસ સાથે રહીને સરહદી એરીયામાં ધુસણખોરી અટકાવવાની કામગીરી. સરહદી એરીયામાં અમન તેમજ સરહદી ગામડાના લોકોનો જોમ જુસ્સો જળવાઇ રહે તે માટે સ્થાનિક તંત્રને મદદ કરવી. યુધ્ધ દરમ્યાન આર્મી અને બી.એસ.એફ.ને મદદ કરવી. બોર્ડર એરીયામાં આવતા વાઇટલ પોઇન્ટ, વાઇટલ એરીયાની જાળવણીની કાર્યવાહી યુધ્ધ દરમ્યાન લશ્કર સાથે રહીને તેમને મદદ કરવી આ અંગે બોર્ડરવીંગને ઓપરેશનલ ટાસ્ક પણ આપવામાં આવે છે.
બોર્ડરવીંગ હોમગાર્ડઝનું માળખુ.
બોર્ડરવીંગ હોમગાર્ડઝની એક બટાલીયનમાં - ૭૦૮ માનદ પાર્ટ ટાઇમ ગાર્ડઝમેન અને -૮૧ પગારદાર પૂર્ણકાલિક ન્યુકિલયસ પેઇડ સ્ટાફ હોય છે. દરેક કંપનીમાં ૧૧૮ પાર્ટ ટાઇમ ગાર્ડઝમેન અને ૧૦ પેઇડ સ્ટાફ હોય છે. એમ કંપનીનું કુલ સંખ્યાબળ ૧ર૮નું હોય છે. આ પૂર્ણકાલિન ન્યુકલીયસ સ્ટાફ તરફથી બટાલીયન અંગેની તમામ કાર્યવાહી કરવામાં આવે છે. જેમ કે, પાર્ટ ટાઇમ ગાર્ડઝમેનોને જુદી જુદી પકારની ટ્રેનીંગ આપી (બેઝિક, રીફ્રેશર, એડવાન્સ, અર્મી સાથેની ટ્રેનીંગ, હથિયાર-દારુગોળાની જાળવણી, યુધ્ધ દરમ્યાન ગાર્ડમેનોને તૈયાર રાખવાની કામગીરી, સ્ટોર્સની લેવડ- દેવડ, વ્હીકલોની દેખભાળ તથા જાળવણી, ઓફિસની કામગીરી ( વહીવટી, મહેકમ, હિસાબી ) કેમ્પ એરીયાની સાફ- સફાઇ, ઓફિસની ચોકીદારી, વિગેરે કામગીરીનો સમાવેશ થાય છે.
બોર્ડરવીંગ સબ યુનીટની રચના પેરામીલીટરી ફોર્સ મુજબ કરવામાં આવે છે.જેમાં એક સેકશનમાં ૧ર ગાર્ડઝમેન, એક પ્લાટુનમાં ૩૮ ગાર્ડઝમેન, એક કંપનીમાં ૧૧૮ ગાર્ડઝમેનો હોય છે. આ જુદી-જુદી સબ યુનીટોનો સ્ટ્રેન્થના અનુરુપમાં શાંતિ તેમજ કટોકટીના સમયમા ટાસ્ક આપવામાં આવે છે. સ્મોલેસ્ટ યુનીટ જેમાં પ્રથમ પેઇડ સ્ટાફ નિમણૂક કરવામાં આવે છે. જેમાં એક પ્લાટુન કમાન્સ્ડર પૂર્ણકાલિન પેઇડ સ્ટાફ હોય છે. બાકીના તમામ ગાર્ડઝમેન હોય છે. ત્રણ પ્લાટુન મળીને એક કંપની બને છે. અને છ કંપનીથી એક બટાલીયન હોય છે.
બોર્ડરવીંગ હોમગાર્ડઝના તમામ પગારદાર અધિકારી- કર્મચારીઓ કોમ્બેન્ટન્ટ હોય છે. કેન્દ્ર સરકાર તરફથી બોર્ડરવીંગની રચના તેઓના કામગીરીની અનુલક્ષતા ધ્યાનમાં લઇ કરવામાં આવેલ છે. જે માટે તેઓ તરફથી પૂર્ણ કાલિન ન્યુકલીયસ સ્ટાફ સ્ટ્રેન્થના ૧૦.૨૬ છે. જે કોઇપણ પેરામીલીીટરી ફોર્સ માટે વધુ કહી શકાય તેમ નથી.
પેઇડ સ્ટાફ અને વોલેન્ટરી ગાર્ડઝમેનોની ઓગેર્નાઇઝેશનલ ડીટેલ પરિશિષ્ટ- એ માં દશાર્વવામાં આવેલ છે.
પગારદાર કર્મચારીઓની કામગીરી
બટાલીયન કમાન્ડન્ટ ( વર્ગ- ૧)
જે બટાલીયન કચેરીના વડા છે. જેમને એક બટાલીયનમાં છ કંપની હોય છે. જેમાં ૭૦૮ માનદ ગાર્ડઝમેનો ૮૧ પગારદાર સ્ટાફના નિયંત્રણ કરવું. શિસ્તને વળેલા આ દળમાં શિસ્તબધ્ધ કામગીરી કરાવવી, ઉપાડ અને વહેંચણી અધિકારી તરીકે હિસાબી, વહીવટી, સ્ટોર્સ, કામગીરીની જવાબદારી, પોલીસ, બી.એસ.એફ. / આર્મી સાથે લાયેઝન રાખીને કામગીરી કરવી, જીલ્લા કલેકટર કચેરી, જીલ્લા પોલીસ અધિકારી સાથે સંપર્ક અને પરામર્શમાં રહેવાની તથા બોર્ડરની પરિસ્થિતિથી વાકેફ રહેવું. ઉપયુર્કત દશાર્વેલ ફરજોમાં સુઝબુઝથી કામગીરી કરવી. કંપનીને સધન તાલીમ આપવાની કંપનીઓને ડીપ્લોયની જવાબદારી, માનદ ગાર્ડઝમેનો તેમજ પગારદાર સ્ટાફ ઉપર નિયંત્રણ રાખી શિસ્તથી કામગીરી લેવી, રાયની દરિયાઇ તેમજ જમીની સરહદી વિસ્તારની સીકયુરીટી માટે પત્યક્ષ અને પરોક્ષ રીતે સંકળાયે છે. સર્વિસ રેકોર્ડ એમ.ટી. કંટ્રોલ, હથિયાર અને દારુગોળા ઉપર સુપરવીઝન રાખવું. તેમજ કમાન્ડન્ટ જનરલશ્રી તરફથી સોંપવામાં આવતી કામગીરી જવાબદારીથી નિભાવવાની હોય છે. તેમજ સમગ બટાલીયનનું મોરલ ઉચ્ચ રાખવું.
સેકન્ડ ઇન કમાન્ડ ( વર્ગ- ૧)
સેકન્ડ ઇન કમાન્ડની ફરજો ધણી અગત્યની હોય છે. રાષ્ટ્રિય સુરક્ષાલક્ષી ઓપરેશન તાલીમ, સમયની સુરક્ષાલક્ષી તેમજ વિશેષ કામગીરી કરવાની હોય છે. બટાલીયન કમાન્ડન્ટશ્રીની મદદમાં બટાલીયન કક્ષાએ કામ કરતા અધિકારી/ કર્મચારીઓ તેમજ પાર્ટ ગાર્ડઝમેનોથી રોજીંદી કામગીરી ઉપર તેમજ તાલીમ ફરજ સબંધે પુરેપુરી વાકેફગીરી જાળવી રાખીને કામગીરી ઝડપભેર થાય તેવી અનુરુપ કામગીરી બજાવે છે. તેઓની જવાબદારી અધિકારીઓ અને કંપનીઓ સાથે તાલીમ સબંધે પોગામ સીલેબસ શીડયુલ વિગેરે તૈયાર કરવા, તેમજ બટાલીયનના જવાનોને સધન તાલીમ આપવી.
તાલીમ / ફરજ ડીપ્લોયમેન્ટ, વહીવટી, હિસાબી, સર્વિસ રેકર્ડ, એમ.ટી. કંટ્રોલ, હથિયાર-દારુગોળો, સધળી બાબતે બટાલીયન કમાન્ડન્ટ સાથે લાયેઝન રાખી કામગીરીમાં મદદરુપ થવું. બટાલીયન કમાન્ડન્ટ તરફથી સોંપવામાં આવતી વિશેષ ફરજો સંપૂર્ણ જવાબદારીથી પૂર્ણ કરવી, તેમજ બટાલીયન કમાન્ડન્ટ રજા ઉપર જાય ત્યારે બટાલીયન કમાન્ડન્ટશ્રીની કામગીરી સંભાળવી. બટાલીયન કમાન્ડન્ટ તથા બટાલીયનના અધિકારી/ કર્મચારીમાં એક કડી રુપ થઇને સેકન્ડ- ઇન -કમાન્ડની કામગીરી બજાવવાની હોય છે.
સૂબેદાર સ્ટાફ ઓફિસર ( વર્ગ- ર)
જે બટાલીયન હેડ કવાટર્સ કંપનીના અધિકારી / કર્મચારીઓ સાથે સીધે-સીધા સંપર્કમાં રહેલા તેમજ માર્ગદર્શન આપવા તેમજ બટાલીયન વડા મથક તથા બટાલીયનના તાબાના હેઠળની કંપનીઓની સીધી દેખરેખ રાખવી. કંપની કમાન્ડરો બટાલીયન હેડ કવાટર્સથી આપેલ સુચનાઓ તથા હુકમોનું સંપૂર્ણપણે વાકેફ કરવા તેમજ તેનું પાલન કરે તેના ઉપર દેખરેખ રાખવી. કંપનીના ઓપરેશન- વહીવટી કામગીરી તથા તાલીમ અંગે બટાલીયન કમાન્ડન્ટશ્રીએ જરુરી અહેવાલ પુરા પાડવા બટાલીયનના તમામ વાહન સાધન સામગી હથિયાર દારુગોળો ઉપર નિરીક્ષણ કરી બટાલીયન કમાન્ડન્ટને તે અંગેનો વિગતે જરુરી અહેવાલ આપવો. બટાલીયન કમાન્ડન્ટ તથા સેકન્ડ ઇન કમાન્સડના સીધા સંપર્કમાં રહીને કચેરીમાં લાયેઝન રાખીને કામગીરી કરવી.
સૂબેદાર કંપની કમાન્ડર ( વર્ગ- ર)
બટાલીયન કચેરીના તાબાની કંપનીમાં કંપની કમાન્ડર સર્વોચ્ચ અધિકારી હોય છે. ૧૧૮ માનદ ગાર્ડઝમેનની ભરતી, ટ્રેનીંગ, ડીસીપ્લીન, એડમીનીસ્ટ્રેશન, ડીપ્લોય મેન્ટ વિગેરેની સંપૂર્ણ જવાબદારી કંપની કમાન્ડરની થાય છે. વધુમાં જયારે લો એન્ડ અર્ોડર ડયુટી ઉપર કંપનીને મુકવામાં આવે છે ત્યારે ગર્વમેન્ટની જુદી જુદી એજન્સીઓ સાથે તાલમેલ રાખવાનું તેમજ પોલીસ અધિકારી સાથે સતત સંપર્કમાં રહીને કામગીરીને જવાબદારી પૂર્વક અદા કરવાની હોય છે. કંપની કમાન્ડરે સેકન્ડ - ઇન કમાન્ડ અને સ્ટાફ ઓફિસર સાથે સંકલનમાં રહીને કામગીરીમાં મદદ કરવીઉ તથા તેનો રીપોર્ટ કરવો. કંપનીના સરકારી સ્ટોર્સ, હથિયાર, એમ્યુનેશન વિગેરેની કાળજીપૂર્વકની સાચવણી, કંપની કચેરીને લગતા જરુરી રેકર્ડની જાળવણી તેમજ નીચેના સ્ટાફ ઉપર દેખરેખ રાખવી, યુધ્ધ દરમ્યાન કંપનીને ડીપ્લોય કરવા, સુસજજ રહેવું. તેમજ આર્મી સાથે લાયેઝન રાખીને આપેલ ટાસ્કને પુરો કરવાની વિગેરે જવાબદારી કંપની કમાન્ડરની થાય છે. કંપની કમાન્ડરની ભૂમિકા કંપની માટે સેનાપતિ જેવી કહી શકાય. તેમજ કંપની તાબા હેઠળના કર્મચારીઓના ખાનગી અહેવાલ તૈયાર કરી કમાન્ડન્ટશ્રીની સમીક્ષાઅર્થે રજુ કરવા. તેની ગુપ્તતા જાળવવી. કંપની કમાન્ડર કંપનીના વડા હોઇ મૂળ પાયાની જગ્યા છે.
નાયબ સૂબેદાર પ્લાટુન કમાન્ડર ( વર્ગ- ૩)
જે બટાલીયન તાબાની એક કંપની ખાતે ત્રણ જગ્યાઓ છે. જેઓ પ્લાટુનના વડા છે. એક પ્લાટુન ખાતે ૩૬ ગાર્ડઝમેનો છે. જેઓને ફીલ્ડની કામગીરી, તાલીમ આપવી, સ્ટોર્સની દેખરેખ, હિસાબી કામગીરીમાં મદદરુપ થવુ. વહીવટી કામગીરીમાં મદદરુપ થવું. તથા યુધ્ધના સમયે પ્લાટુનની દેખરેખ રાખવી. સુઝબુઝથી જવાનોને હોસલો આપવો. જવાનોનું મોરલ ઉચ્ચ રાખવું. જવાનોને શિસ્ત, ટર્નઆઉટ નિભાવવી. જવાનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવું. કંપની કમાન્ડરે ઉપલા અધિકારી તરફથી સોંપવામાં આવતી કામગીરી પૂર્ણ રીતે જવાબદારીથી અદા કરવી. કંપનીમાં સાંકળરુપ અને ઉમદા પ્રકારની કામગીરી કરે છે.
નાયબ સૂબેદાર કલાર્ક
બટાલીયન ખાતે મુખ્ય કારકુનની ( હેડ કલાર્ક ) જે મહત્વ લક્ષી ગણાય. બટાલીયન કમાન્ડન્ટ, સેકન્ડ- ઇન-કમાન્ડ તેમજ સ્ટાફ ઓફિસર તરફથી સોંપવામાં આવતી કામગીરી સીધા સંપર્કમાં રહી ખાતાકીય તપાસ તેમજ બટાલીયન ખાતેનું હિસાબી, મહેકમ, વિગેરેની જવાબદારી કંપની કચેરીનું નિરીક્ષણ બટાલીયન ખાતે સરકારશ્રી તરફથી વખતો વખત બહાર પડતા ઠરાવોને અનુરુપ રહીને બટાલીયન તેમજ કંપનીની કામગીરી કરવી. મુખ્ય કારકુનની જગ્યા બટાલીયન ખાતે ધણીજ મહત્વની છે. તેમજ નીચેના સ્ટાફ પાસેથી કામગીરી લેવી.
નાયબ સૂબેદાર કવાર્ટર માસ્ટર ( વર્ગ- ૩)
જે બટાલીયન ખાતેના સ્ટોર્સ વિભાગના મુખ્ય કારકુન છે. જેમને બટાલીયન કમાન્ડન્ટ, સેકન્ડ ઇન- કમાન્ડ તેમજ સ્ટાફ ઓફિસર તરફથી સોંપવામાં આવતી કામગીરી, સીધા સંપર્કમાં રહી સ્ટોર્સની આવક- જાવક, હથિયારોનું આવક- જાવક, સ્ટોર્સ, હથિયાર-દારુગોળાની માંગયાદીઓ તૈયાર કરવી, એમ.ટી. વિભાગના દસ્તાવેજોની સમયાન્તરે નિભાવણી થાય અને ચકાસણી કરી ઉપલા અધિકારીઓનું ધ્યાન દોરવું.
હવાલદાર એકાઉન્ટન્ટ ( વર્ગ-૩)
જેઓને બટાલીયનની બજેટની કામગીરી કરવી, બટાલીયનના તમામ હિસાબો, બીલો બનાવવા, બટાલીયનના તમામ અધિકારીઓ / કર્મચારીઓના પગારબીલો, કન્ટીજન્સી બીલો, પવાસભથ્થા બીલો, વેતન બીલો તૈયાર કરવા. તથા ચુકવણું કરવું. કેશબુક લખવી, ગાન્ટની મયાર્દામાં ખર્ચ કરવો. વાષિર્ક તથા આઠમાસિક અંદાજપત્ર તૈયાર કરવા. કંપનીઓમાંથી આવતા બીલોને ચેક કરવા, તથા બટાલીયન કમાન્ડન્ટશ્રીની સહી કરાવી તિજોરીમાં રજુ કરવા તથા ઉગવવા.
હવાલદાર સ્ટોરમેન ( વર્ગ-૩)
બટાલીયન ખાતેનો સ્ટોર્સ કે જેઓનો આવક- જાવક વાઉચર તેમજ કંપની કચેરી લાયેઝનમાં રહીને સ્ટોર્સનું માગણીપત્રક તૈયાર કરવું. સ્ટોર્સ કલોધીંગ, આર્ટીકલ્સ, લાઇફ પૂર્ણ થયેથી તેમની કંપનીની કાર્યવાહી કરવી. તેમજ હથિયારો સ્ટોર્સ વિગેરેના માસિક પત્રકો બનાવવા તેમજ દસ્તાવેજોની નિભાવણી કરવી. તેમજ ઉપલા અધિકારી તરફથી સોંપવામાં આવતું કાર્ય ચીવટપૂર્વક પૂર્ણ કરવું.
હવાલદાર કલાર્ક (વર્ગ-૩)
જે બટાલીયનના તેમજ મહેકમની જગ્યા છે. બટાલીયન અધિકારી / કર્મચારીઓની સર્વિસ રેકર્ડ રાખવો. માનદ ગાર્ડજમેનોની ભરતી, છુટાની કાર્યવાહી કરવી. ડીપ્લોયમેન્ટની કામગીરી પુછવામાં આવતી માહીતી અધિકારી આગળ રજુ કરવી. અધિકારી/ કર્મચારીની રજાની કામગીરી સર્વિસબુકની કામગીરીની નિભાવણી કરવી. મહેકમ તેમજ વહીવટને લગતા રજીસ્ટરો નિભાવવા, અધિકારી / કર્મચારીનો ઇજાફો તેમજ અન્ય લાભોને લગતી કામગીરી કરવી.
હવાલદાર કવાર્ટર માસ્ટર ( વર્ગ-૩)
કંપની તેમજ બટાલીયનનો સ્ટોર્સ હથિયાર- દારુગોળો એકોડોમેશન, કલોધીંગ ઇકવીપમેન્ટ વિગેરેની જાળવણી કરી તેની ડીમાન્ડ કરી અને કંડમનેશનની કાર્યવાહી કરી, તેમજ તેને લગતા રેકર્ડની જાળવણી યુધ્ધ દરમ્યાન કંપનીના જવાનોને રાશન, એમ્યુનેશન, કલોધીંગ, ટ્રાન્સપોટેર્શન, જમવાનું વિગેરેની કામગીરી કરવાની જવાબદારી કંપનીની કાર્યાલય ખાતે તમામ દસ્તાવેજો નિભાવવા, સાચવવા, બટાલીયન તેમજ કંપની ખાતે હવાલદાર કવાર્ટર માસ્ટરની જગ્યા એક સાંકળરુપ છે.
હવાલદાર આર્મરર ( વર્ગ-૩)
બટાલીયન તેમજ કંપનીના હથિયાર- દારુગોળાની જાળવણી, રીપેરીંગ, જે હથિયાર રીપેર ન થઇ શકે તેવા હથિયારને બેકલોડીંગની કાર્યવાહી કરવી. હથિયાર અને દારુગોળાની ડીમાન્ડ કરવાની સંપૂર્ણ જવાબદારી પુરી પાડવાની રહે છે. તમામ ટેકનીકલ સ્ટોર્સની જાળવણી અને રીપેરીંગની કામગીરી બજાવવાની રહે છે.
હવાલદાર મીકેનીક ( વર્ગ-૩)
સરકારશ્રી તરફથી આપવામાં આવેલ વાહનોની જાળવણી, માઇનોર રીપેરીંગ તેને લગતા ડોકયુમેન્ટની નિભાવણી તેમજ વાહનની સમય મયાર્દા પૂર્ણ થતાં કંડમ કરવાની કાર્યવાહી તેમજ સરકારશ્રી તરફથી વાહનોને લગતા વખતોવખત બહાર પડાતા ઠરાવો તથા સ્થાયી સૂચનાઓનો અમલ કરવાની કાર્યવાહી કરવાની હોય છે. જે ટેકનીકલ જગ્યા હોય છે. તેમજ કટોકટીના સમયે વાહનોને તૈયાર હાલતમાં રાખવા વિગેરેની જવાબદારી હોય છે.
નાયક કલાર્ક ( વર્ગ- ૩)
નાયબ કલાર્કની કામગીરીમાં હેડ કવાટર્સ ખાતે નાયબ સૂબેદાર કલાર્ક અને હવાલદાર કલાર્ક તરફથી આપેલ કામગીરી કરવી. આવક-જાવક રજીસ્ટર નિભાવવા કચેરી કાર્યપધ્ધ્તિ અનુસાર ફાઇલોની જાળવણી કરવી. કંપનતીના જવાનોના સંખ્યાબળ અંગેના જરુરી રજીસ્ટર નિભાવવા,ભરતી અને તાલીમ અને ફરજોના રજીસ્ટરની નિભાવણી કંપનીના હિસાબી કામગીરી સ્ટેશનરીની જાળવણી રેકર્ડ રાખવાની અને કંપનીના તમામ પત્રવ્યવહાર કરવાની કામગીરીનીજવાબદારી છે.
નાયક મીકેનીક ( વર્ગ-૩)
બટાલીયન ખાતેના ઓથોરાઇઝ વાહનોની રીપેરીંગ તેમને લગતા દસ્તાવેજો નિભાવવા વાહનની સમય મયાર્દામાં પૂર્ણ થતા કન્ડમની કામગીરીમાં મદદરુપ થવું તેમજ સરકારશ્રી તરફથી વખતોવખત બહાર પડાતા ઠરાવો તથા સ્થાયી સુચનાઓનોની અમલવારી કરવી. જે ટેકનીકલ જગ્યા છે. સમય અને સંજોગોમાં વાહન તૈયાર કરી સારી હાલતમાં રાખવા.
નાયક આર્મરર( વર્ગ-૩)
સમયે સમયે હવાલદાર આર્મરર તરફથી સોંપવામાં આવતી કામગીરી સંપૂર્ણ સંતોષકારક અને સતેજ રીતે કરવી. જરુરી બાબતો અંગે હવાલદાર આર્મરરનો સમગ રીપોર્ટ કરવો. હવાલદાર આર્મરરની ગેરહાજરીમાં તેઓની સધળી કામગીરી જવાબદારી પૂર્વક પૂર્ણ કરવી.
ડ્રાઇવર ( વર્ગ-૩)
લશ્કર અને બી.એસ.એફ. સાથેની આંતરિક સલામતિ અને કાયદો અને વ્યવસ્થાની ફરજો દરમ્યાન પેટ્રોલીંગની ફરજો દરમ્યાન કામગીરીમાં મદદ કરવાની કામગીરી રહેશે. આગ, દારુગોળો, વિસ્ફોટ, કે આકસ્મિક આફત સમયે અધિકારી સહીત વાહનને બચાવ અંગેની કામગીરી ફરજો અને તાલીમની સમયે જરુરી સ્ટોર્સ, આર્ટીકલ્સ, હથિયાર દારુગોળો તેમજ જવાનોને જલ્દી સ્થળાંતર કરાવવું. વિગેરે જવાબદારી વાહનોની જાળવણી અંગે સમારકામ કરાવવા વિગેરે ચોકસાઇ રાખવી. વાહનોની લોગબુકો મેન્ટેન્સની કામગીરી અને રીપોર્ટ આપવો.
ડીસ્પેચ રાઇડર ( વર્ગ-૩)
ડીસ્પેચ રાઇડર જે બટાલીયન તેમજ કંપની ખાતેની આવશ્યક જગ્યા છે. જે મેસેન્જર તરીકેની કામગીરી કરે છે. આકસ્મિક મેસેજ લેવડ-દેવડ પત્ર લઇ જવા- લાવવા કટોકટી તેમજ તંગદીલી વાતાવરણમાં ઇમરજન્સી મેસેજની આપલે કરવી. જેની જવાબદારી ડી.આર.ની છે.
પગારદાર ગાર્ડઝમેન ( વર્ગ- ૩)
બટાલીયન ખાતેની જગ્યા છે. હિસાબી કામગીરી સાથે પેમેન્ટ લેવડ- દેવડ વખતે ગાર્ડ તરીકેની કામગીરી તેમજ બટાલીયન ખાતે રાતની તેમજ દિવસ દરમ્યાન ચોકી કરવી. કચેરી કમ્પાઉન્ડમાં રહેલ વાહન તથા સરકારી મિલ્કતની સાચવણી તેમજ આવન- જાવન ઉપર દેખરેખ રાખવી.
ચોકીદાર ( વર્ગ-૪)
બટાલીયનની ૬ કંપનીઓમાં ૬ ચોકીદાર હોય છે. આમાં એક કંપની ખાતે એક ચોકીદાર તેમની કામગીરી કંપની ફરજ દરમ્યાન, તાલીમ, કાયદો અને વ્યવસ્થાનીફરજ કે, અન્ય કોઇ જગ્યાએ કંપની ફરજ બજાવવાની હોય છે. ત્યારે કંપની કાયાર્લયના મકાન, સ્ટોર્સ, વિગેરેની રાત્રી તેમજ દિવસ દરમ્યાન ચોકી કરવાની ફરજ બજાવે છે. તેમજ કાયાર્લય કમ્પાઉન્ડમાં રહેલ વાહનો તથા અન્ય સરકારી મિલ્કતની સાચવણી અને આવન- જાવન ઉપર દેખરેખ રાખવાની હોય છે. અને બીજા ખાતાઓની જેમ અત્રેના કાયાર્લય ખાતે પટાવાળા ન હોવાથી ઓફિસ કાયાર્લય ખાતે તેઓ ફરજ બજાવે છે.
સફાઇ કામદાર ( વર્ગ -૪)
એક બટાલીયન ખાતે ૬ સફાઇ કામદાર હોય છે. બટાલીયન ખાતે તેમજ કંપની ખાતે કાયાર્લયના સ્ટોર્સ તથા શૌચાલયના તથા મુતરડીનું સફાઇ કામ કરવું. જો સાફઇ કામ ન થાય તો ડીસીપ્લીન તેમજ શારીરીક રીતે પણ નુકશાન કારક હોઇ સાફઇ કામ કરાવવું અતિ આવશ્યક છે. સફાઇના અભાવને કારણે કાયાર્લય ખાતે ગંદકીના કાદવોથી રોગચાળો ફાટી નીકળે. કાયાર્લયના અધિકારી/ કર્મચારીઓના સ્વાસ્થને નુકશાન થવા પામે જેથી સફાઇ કામદારની જગ્યા ધણી જ આવશ્યક છે.
માનદ જવાનોની નિમણુંક અને કામગીરી:-
બોર્ડરવીંગ હોમગાર્ડઝના માનદ જવાનો ભારત સરકારશ્રીની તા.૨૯/૬/૭૯ ની ખાનગી સ્ક્રીમ મુજબ બોર્ડર બેલ્ટ એરીયાના ઝોનમાથીજ માનદ સભ્યોને ભરતી કરવા નું ઠરાવેલ છે. માનદ જવાનો આ રણવિસ્તારના ભોગૈલીક અને વાતાવરણ થી જાણીતા હોય છે. તેમજ પાદેશીક ભાષા જાણકાર હોય છે. આ માનદ જવાનોને મુંબઇ હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૪૭ તથા નિયમ-૧૯૫૩ મુજબ નિમણુંક આપવામાં આવે છે. અને તે નિયમ અને અધિનિયમને આધીન માનદ જવાનોની સેવા વિષયક બાબત ની તમામ કાર્યવાહી કરવામાં આવે છે. બોર્ડરવીંગ હોમગાર્ડઝના માનદ જવાનો ફરજ અંગે મુંબઇ હોમગાર્ડઝ નિયમ-૧૯૫૩ મુજબ ફરજ લેવામાં આવે છે. તદ્ઉપરાંત આ માનદ જવાનોને વધારાનો રોલ આપવામાં આવેલ છે. મુંબઇ હોમગાર્ડઝ અધિનીયમ-૧૯૪૭ નિયમ-૧૯૫૩ પરિશીષ્ટ-બી.
તાલીમ
બોર્ડરવીંગ હોમગાર્ડઝના માનદ જવાનોને નીચે મુજબની તાલીમ આપવાનું ભારત સરકારશ્રી તરફથી નકકી કરાયેલ છે. બેઝીક તાલીમ- ૪૫ વર્કીગ દિવસ રીફ્રેશર તાલીમ-૩૫ વર્કીગ દિવસ એડવાન્સ તાલીમ-૪૫ વર્કીગ દિવસ(૧/૩ સ્ટ્રેન્થના) કલેકટીવ તાલીમ-૨૦ વર્કીગ દિવસ (બે વર્ષની સાયકલમાં એક વખત આર્મી સાથે )
હથિયાર દારુગોળો:-
બોર્ડરવીંગ હોમગાર્ડઝની બટાલીયન માટે ભારત સરકારશ્રી તરફથી આર્મીમાં ફેઇઝ આઉટ થયેલ ૭.૬૨ એસ.એલ.આર. મંજુર કરવામાં આવેલ છે. જે સને-૨૦૦૪-૦૫ માં મંજુર થતા માહે- માર્ચ-૨૦૦૫ માં ખરીદીની કાર્યવાહી પુર્ણ કરતા ૨૧૯૫ નંગ ૭.૬૨ એસ.એલ.આર મેળવેલ છે.
બોર્ડરવીંગ હોમગાર્ડઝને મળવા પાત્ર ૭.૬૨ એસ.એલ.આર.
૬૮૪ માનદ જવાનો કોમ્બેન્ટ
૨ પગારદાર ગાર્ડઝમેન
૬૮૬ x ૪ બટાલીયન = ૨૭૪૪ નંગ
જેમાંથી હાલમાં ઉપલબ્ધ-૨૧૯૫ નંગ
ધટ ૫૪૯ નંગ હવે પછી ખરીદવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
૯ એમ.એમ.કાર્બાઇન કે જે ફકત પગાર દાર સ્ટાફનેજ ઓથોરાઇઝ છે. જે એક બટાલીયન ખાતે ૬૬ નંગ x ૪ બટાલીયન = ૨૬૪ નંગ ઓથોરાઇજમાં હાલમાં ઉપલબ્ધ-૨૩૨ નંગ ધટ ૩૨ નંગ ઓપરેશન રાઉન્ડ ૫૦ નંગ એસ.એલઆર ના ઓથોરાઇઝ ફાયરીંગ પેકટીસ ૩૦ નંગ એસ.એલઆર ના ઓથોરાઇઝ ૮૦ નંગ ૯ એમ.એમ.કાર્બાઇન ૯૦ નંગ ઓથોરાઇઝ ફાયરીંગ પ્રેકટીસ ૩૦ નંગ ૧૨૦ નંગ
ડીપ્લોયમેન્ટ
હાલમાં બોર્ડરવીંગ હોમગાર્ડઝની ચારેય બટાલીયનની ૨૪ કંપનીઓ પોલીસને જરુરીયાત પડતા રાજયમાં કાયદો અને વ્યવસ્થાની ફરજો બજાવે છે. અને જયારે ૧૨ કંપનીઓ રાજયમાં ફરજ ઉપર લગભગ ચાલુ હોય છે. જે અંગે ડીપ્લોયમેન્ટ પત્રક- પરિશીષ્ટ- સી
દ્રષ્ટિકોણ
બોર્ડરવીંગ હોમગાર્ડઝના માનદ જવાનો એ સતત છેલ્લા-૧૦ વર્ષના સમયગાળામાં ફરજ ઉપર ચાલુ રહયા અને માનદ સેવા અવિરતપણે રાજય સરકાર તથા પોલીસ સતત માંગતી રહી અને જે કારણોસર એક એવી બિના બનીકે આ માનદ સભ્યની સ્વેચ્છીક અને માનદ સેવા નું ચારીત્ર ક્ષિણ થવા પામેલ જે હેતુથી નામદાર હાઇકોર્ટમાં આઅંગે પડકાર થતા સરકારશ્રી વિરુધ્ધ ચુકાદો આવેલ છે. અને હાલમાં એલ.પી.એ બેન્ચમાં કેસ ચાલુમાં છે. જે ડીપ્લોયમેનટની માંગણીમાં દ્રષ્ટીકોણ બદલવાની ખાસ જરુરીયાત છે.
નાણાંકીય નીતિ:-
બોર્ડરવીંગમાં કેન્દ્ર સરકારશ્રી તરફથી ૭પ ટકા અને રાજય સરકારશ્રી તરફથી રપ ટકા હિસ્સાની જોગવાઇ છે. જે અંગે રાજય સરકારે ફકત રપ ટકા જ ખર્ચ ભોગવવાનો થાય છે. જે ધણો નહીવત છે. જેથી રાજય સરકારશ્રીને શિરે નાણાંકીય બોજો ખુબજ ઓછો વહન કરવાનો થાય છે. બોર્ડરવીંગ હોમગાર્ડઝની કંપનીઓનું ડીપ્લોયમેન્ટ ભારત સરકાર તરફથી કરવામાં આવે ત્યારે ૧૦૦ ટકાનો ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર તરફથી ડીપ્લોય કરવામાં આવે ત્યારે ૧૦૦ ટકા રાજય સરકારે ખર્ચ ભોગવવાનો રહે છે. ટ્રેનીંગ દરમ્યાન ૭૫ ટકા ખર્ચ કેન્દ્ર સરકાર ભોગવે છે.જયારે ૨૫ ટકા રાજય સરકાર ભોગવે છે. ચુંટણી બંદોબસ્તની અંદર ૫૦ ટકા રાજય સરકાર તથા ૫૦ટકા કેન્દ્ર સરકાર ભોગવે છે. પગાર દાર કર્મચારી/ અધિકારીશ્રીઓને રાજય સરકારના પવર્તમાન નિયમોને આધીન પગાર અને ભથ્થા ચુકવવામાં આવે છે. જેઓનુ ૭૫ ટકા રીએમ્બર્સ ભારત સરકાર તથા ૨૫ ટકા રાજય સરકાર.
માનદ ગાર્ડઝમેનોને ભારત સરકારશ્રીની સુચના મુજબ ફરજ પર હોય ત્યારે સ્ટેટ આર્મ્ડ પોલીસ મુજબ મીનીમમ પગાર ધોરણ તથા મોંધવારી ભથ્થુ તથા ગુજરાત સરકારશ્રીના પવર્તમાન નિયમોને આધીન ટી.એ.ડી.એ ચુકવાઇ છે.
કાર્યવાહી:-
બોર્ડરવીંગ હોમગાર્ડઝની કામગીરી માટે આ વડા મથક ખાતે બોર્ડરવીંગ શાખા કાર્યરત છે. આ શાખામાં નીચે મુજબનું મહેકમ મંજુર કરવામાં આવેલ છે.
મુખ્ય કારકુન - ૧
સીનીયર કલાર્ક - ૪
જુનીયર કલાર્ક ર (૧ જુની.કલાર્ક-કમ - ટાઇપીસ્ટની જગ્યા ર૦ ટકા કાપ મુજબ રદ કરેલ છે. પાલનપુર,ભુજ,જામનગરઅને નલીયા બટાલીયન કાર્યરત છે. અને ચારેય બટાલીયન ખાતે પગારદાર કર્મચારી તથા માનદ્જવાનો અવિરત સેવાઓ આપે છે. અને જેઓના બટાલીયન કમાન્ડન્ટ કચેરીના ફોનનંબરનું પરિશીષ્ટ- ડી
બટાલીયન હેડકવાટર્સ ખાતે બટાલીયન કચેરી તથા કંપની કચેરીઓની ઓફીસ આવેલી છે. જે કચેરી તથા વડી કચેરી મારફતે બોર્ડરવીંગ હોમગાર્ડઝની કામગીરી કરવામાં આવે છે. બોર્ડરવીંગ હોમગાર્ડઝમાં બટાલીયન કમાન્ડન્ટ કચેરીના વડા છે. જે એસ.પીશ્રી સમકક્ષ જગા છે.
તાલીમ કેન્દ્રો
ચારેય બટાલીયન ખાતે તાલીમ અધ્યતન તથા આધુનિક યુગમાં મળી રહે તે હેતુસર તાલીમ કેન્દ્રો ઉભા કરવામાં આવેલ છે. જે અંગેની વિગત નીચે મુજબ છે.
ક્રમ
|
બટાલીયન
|
તાલીમ સેન્ટરનું નામ |
બટાલીયન હેડ કવા. થી કેટલું અંતર
|
રીમાર્કસ
|
૧
|
બટાનં-
૧,પાલનપુર |
દાંતીવાડા
તાલીમ સેન્ટર (DTC) |
૩૫
કી.મી. |
ચારેય
બટાલીયન ખાતેના તાલીમ સેન્ટરો માટે સરકારશ્રી તરફથી રુ.૧૫ કરોડ ૪૮ લાખ ના કામો મંજુર થયેલ છે. જે કામો ટુંક સમયમાં હાથ ધરવામાંઆવનાર છે. |
૨
|
બટાનં-ર
,ભુજ-કચ્છ |
રુદ્રમાતા
તાલીમ સેન્ટર (RTC) |
૧૭
કી.મી. |
૩
|
બટાનં-
૩,જામનગર |
ચેલા
તાલીમ સેન્ટર (CTC) |
૧૪
કી.મી. |
૪
|
બટાનં-
૪,નલીયા-કચ્છ |
હોથીવાંઢ
તાલીમ સેન્ટર (HTC) |
૩
કી.મી. |
ઉપસંહાર -
બોર્ડરવીંગ હોમગાર્ડઝ એ રાજયમાં પોલીસ તથા બી.એસ.એફ અને અન્ય પેરામીલટરી ફોર્સ ની સાથે ખભેખભો મીલાવી ને ફરજ બજાવે છે..અને આ દળની ફરજો સરાહનીય છે. ગુજરાત રાજયની બોર્ડર ઉપર પણ જરુરીયાત પડે ત્યારે આ દળ સતત ખડે પગે કાર્ય કરે છે. અને ગુજરાત રાજયના વાયટલ એરીયા તથા વાયટલ પોંઇન્ટોની જાળવણીની મહત્વની કામગીરી પણ સોંપવામાં આવે છે. અને યુધ્ધ સમયે આ દળ આર્મી અંકુશ હેઠળ કાર્ય કરે છે. આમ આ દળ ની પ્રતિભા ગુજરાત રાજયમાં એક આગવું સ્થાન ધરાવે છે.
નામ:- એમ.બી.રાવત
હોદ્દો - હેડ કલાર્ક.
પગાર ધોરણ: રૂ.૫૦૦૦-૧૫૦-૮૦૦૦
૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે.
ક્રમ
|
વિષય
|
કયા
નિયમના આધારે કામ કરો છો ? |
રજુઆતના
તબકકા |
નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે ? |
૧.
|
ખાતાકીય
પરીક્ષા |
ગૃહવિભાગના
ક્રમાંક : જીએસજી/૮૧/એચજેએસ/ ૧૦૬૭/૩૪૦૬/એમતા. |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
૨.
|
કર્મચારી
વિરુધ્ધ ફરીયાદ,તપાસ,ફરજ મોકુફી, ચાર્જશીટ |
ગુજરાત
રાજય સેવા વર્તણુંક શિસ્ત અને અપિલ નો નિયમ-૧૯૭૧ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૩.
|
વર્ગ-
૩/૪ની પવર્તતાયાદી. |
સા.વ.વિ.નાં
તા.૩૧/૩/૮૯નાં ઠરાવ ક્રમાંક: એસએન/આર/૧૦૮૯/૧૧૧૦/ગ-ર |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. |
સીની.
સ્ટાફ ઓફિસર |
૪.
|
વર્ગ-
૩/૪ન બદલી. |
સા.વ.વિ.નાં
તા.૨૫/૧૦/૨૦૦૦ના પત્રાંક: ટીઆરએફ/૧૦૯૮/૧૪૩૨/ગ-ર |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૫.
|
હિન્દી-ગુજરાતી
પરીક્ષા |
સા.વ.વિ.નાતા.
૧૧/૯/૯૮ પરીપત્ર ક્રમાંક: હનપ/૧૦૯૮/૮૬૬/ક |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. |
સીની.
સ્ટાફ ઓફિસર |
૬.
|
મહેકમની
નવી સેવાઓ |
નાણા
વિભાગના તા.૩૧/૧૨/૯૨ના ઠરાવ ક્રમાંક: ઇસીએમ/૧૦૯૨/૨૬૨૨ તથા પરીપત્ર ક્ર: અપબ/૧૦૨૦૦૨/૩૮ તા.૨૭/૯/૨૦૦૨ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૭.
|
બઢતી
માટે ડીપીસી યોજવા અંગે |
સા.વ.વિ.ના
૧૮/૬/૮૪ ના ઠરાવ ક્ર: એસએલટી/ ૮૦૮૩/ ૩૨૫૫ (૧)/ગ-૨ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૮.
|
ઉચ્ચતર
પગાર ધોરણ |
નાણા
વિભાગના૧૬/૮/૯૪ ના ઠરાવ ક્રમાંક: પગર/૧૧૯૪/૪૪/એમ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૯.
|
ભરતી
નિયમો |
સા.વ.વિ.ના
તા.૧/૩/૮૮ના પરીપત્ર ક્રમાંક: સીઆરઆર/૧૧૮૭/૪૪૬૭/ગ-૨ તથા તા.૧/૯/૨૦૦૪ના પરીપત્ર ક્રમાંક: સીઆરઆર/૧૦૦૪/૮૩૦/ગ-૨ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૦.
|
રહેમરાહે
નિમણુંક |
સા.વ.વિ.નાતા.
૧૦/૩/૨૦૦૦ના ઠરાવ ક્રમાંક : ભરત/૨૧૯૭/ક તથા સા.વ.વિ.નાં ઠરાવક્રમાંક:- ભરત-૧૨૦૧/ ૯૧૦/(ર)(૩) ક, તા.૭/૯/૨૦૦૨. |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૧.
|
રોસ્ટર.
|
સા.વ.વિ.નાં
તા.૫/૯/૨૦૦૦નાં ઠરાવક્રમાંક: પવસ/૧૬૯૬/૮૭૮/ભાગ-૨/ગ-૪. |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૨.
|
ખાનગી
અહેવાલ. |
સા.વ.વિ.નાં
ઠ.ક.: ખહલ/૧૧૮૯/ક, તા.૩૧/૩/૮૯. |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૩.
|
વર્ગ-
૧/ ૨ના અધિકારીઓની સ્પીપા ખાતેની તાલીમ. |
સા.વ.વિ.નાં
તા.૧૯/૪/૨૦૦૪નાં ઠ.ક્ર.: તલમ/૧૦૨૦૦૪/૧૩૮૩/વસુતાપ/૩ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૪
|
જુથ
વિમા યોજના |
ના.વિ.નાં
તા.૩૧/૧૨/૨૦૦૩નાં ઠ.ક્ર.: જનય/૧૦૦૧/ઓ/૨૭૫/ઝ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. |
સીની.
સ્ટાફ ઓફિસર |
૧૫.
|
પ
૦-પપ વર્ષે સમીક્ષા કરવા. |
સા.વ.વિ.નાં
તા.૨૩/૧૨/૯૨ના ઠ.ક્રમાંક.: સીઆરએ/૧૦૮૭/૮૦૫/ગ-૨ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૬.
|
વર્ગ-
૧ થી ૪ નાં કર્મચારીઓને કાયમી કરવા. |
ના.વિ.નાં
તા.૧૨/૧/૭૨ના ઠ.ક્ર.પીકેએન/૧૦૭૧/૧૩૮/સી.એચ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૭.
|
વર્ગ-
૧ થી ૪ અધિકારીઓનો પગાર નકકી કરવા. |
ના.વિ.નાં
તા.૬/૨/૯૮નાં પરીપત્ર ક્રમાંક:પગર/૧૦૯૮/૧૫/મ |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૮.
|
પગારદાર
અધિકારી/ કર્મચારીઓને જિલ્લા/ હાઇકોર્ટ નાં કેસો. |
નામદાર કોર્ટની
અરજી અનુસંધાને |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૧૯.
|
હંગામી
જગ્યાઓની મુદત વધારવા અંગે. |
સરકારશ્રીની
સ્થાયી સૂચના મુજબ. |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
૨૦.
|
હંગામી
જગ્યા કાયમી કરવા અંગે. |
ગૃહવિભાગનાં
તા.૮/૭/૮૭નાં ઠ.ક્ર.: હગદ/૩૮૮૧/૯૫૦/ફ. |
જુ.સ્ટા.ઓ.
સી.સ્ટા.ઓ. ના.ક.જ.શ્રી ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલશ્રી. |
નામ -પી.બી.ભટ્ટ હોદ્દો -નાયબ સુબે.પ્લાટુન કમાન્ડર પગાર ધોરણઃ-૪૦૦૦-૧૦૦-૬૦૦૦
૧. નીચે મુજબનાં વિષયો સંબધે કામગીરી સોપવામાં આવે છે.
૨. સરકારશ્રીના નિયમો/ઠરાવો/પરિપત્રો/સુધારાઓની વિગત.
૩. કર્મચારી / અધિકારીઓનુ સરનામુ / ટેલીફોનની વિગત
ક્રમ
|
વિષય
|
કયા
નિયમના આધારે કામ કરો છો ? |
રજુઆતના
તબકકા |
નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે ? |
૧.
|
અગીમ
ઇજાફા ના હુકમો વર્ગ-૧ અને વર્ગ-ર |
બીસીએસઆરના
નિયમ-૫૦ મુજબ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
૨.
|
ફુલ
પાના સવિર્સ બુક નિભાવવા અંગેની કામગીરી ની દેખરેખ રાખવી તથા અધતન રાખવા સુચનાઓ આપવા બાબત |
બીસીએસઆરના
નિયમમુજબ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. |
સીનીયર
સ્ટાફ ઓફીસર, |
૩.
|
પાર્ટ
ટાઇમ રેમ્યુનેશન નિમણુંક કરવા અંગે. |
નાણા
વિભાગના ઠરાવ નં ઇઓઆર /૧૦૯૮/૭૪૦/સીએચ તા.૨૩/૯/૯૮ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી, ક.જશ્રી, |
કમાન્ડન્ટ
જનરલ |
૪.
|
કાર્યપત્રક
તારીજ ની કામગીરી કરવી |
ગુ.સ.સા.વ.વિ.ઠરાવ
ક્રમાંક: પકણ/૧૦૮૮/૧૮૭૪/વસુતાપ-૨ તા.૨૨/૬/૨૦૦૪ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. |
સીનીયર
સ્ટાફ ઓફીસર, |
૫.
|
વર્ગ-
૧થી૩નાં અધિકારી/કર્મચારીના ખાસ પગાર (ચાર્જ એલાઉન્સ) મંજુર કરવા અંગેની દરખાસ્ત મોકલવા બાબત. |
ગુ.સ.નાણા
વિ.ઠરાવ ક્રમાંક: એસએસપી/૧૦૨૦૦૦/૩૪૫-ચ તા.૨૮/૨/૨૦૦૦ |
હેડ
કલાર્ક કચેરી અધિક્ષક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
૬.
|
પાર્ટ
ટાઇમ ગાર્ડઝમેનોના વેતન સુધારવા બાબતની કામગીરી |
ગૃહવિભાગના
તા.૧૯/૧/૯૯ ના ઠરાવ ક્રમાંક- વિ-ર/હગદ/ ૧૦૯૮/૧૨૭૪ મુજબ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
૭.
|
વર્ગ-
૧થી૨નાં અધિકારીરજા મંજુર કરવા બાબત |
જીસીએસઆર
લીવ રુલ્સ ૨૦૦૨ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી, |
કમાન્ડન્ટ
જનરલ |
૮.
|
વર્ગ-
૧ થી-૩પાસપર્ોટ કઢાવવા હેતુસર એન.ઓ.સી.બાબત |
ગુ.સ.સા.વ.વિ.ઠરાવ
ક્રમાંક: એનઓસી/૧૦૮૩/૧૨૧૩/ગ-૨ તા.૫/૬/૨૦૦૩ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
વર્ગ-
૧ અને ર નાં કિસ્સામાં ગૃહવિભાગ અને વર્ગ-૩ નાં કિસ્સામાં કમાન્ડન્ટ જનરલ |
૯.
|
રાજય
બહાર તથા રાજયમાં બોર્ડરવીંગ હોમગાર્ડઝના ડીપ્લોય મેન્ટ બાબત |
મુંબઇ
હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૫૩ તથા નિયમ-૧૯૪૭ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
ગૃહવિભાગ-ગુજરાત
સરકારશ્રીની સુચનાનુસાર કમાન્ડન્ટ જનરલ |
૧૦.
|
વર્ગ-
૧ની પરચુરણ રજા મંજુર કરવા બાબત |
જીસીએસઆર
લીવ રુલ્સ ૨૦૦૨ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.કજશ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
૧૧
|
બોર્ડરવીંગ
હોમગાર્ડઝના જવાનોને તાલીમ આપવા બાબત |
કોમ્પેડીયમ
ઓફઇન્સ્ટ્રકશન-૨૦૦૩ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
૧૨
|
નામદાર
હાઇકોર્ટના કેસમાં લાયઝન તથા મદદરુપ |
નામદાર
હાઇકોર્ટની સીવીલ એપ્લીકેશન મુજબ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
૧૩
|
માનદૃ
સભ્યોને ફરજ દરમ્યાન થયેલ મૃત્યુ અંગે વળતર આપવા સરકારશ્રીને દરખાસ્ત મોકલવા અંગેની કામગીરી. |
ગૃહવિભાગનાં
તા.૭/૧૧/૯૭ ઠરાવક્રમાંક:હગદ/૧૦૮૯/૪૬૯/ફ |
મુ.કા
જુ.સ્ટા.ઓ. સી.સ્ટા.ઓ. ના.કમા.જન. મે.કમા.જન. |
કમાન્ડન્ટ
જનરલ |
૧૪
|
માનદ
જવાનોનું મરણોતર ક્રીયા ભથ્થુ મંજુર કરવા બાબત |
ગૃહવિભાગના
તા. ૨૫/૮/૨૦૦૩ના ઠરાવ ન-ંહગદ/૧૦૨૦૦૩/૯૬૩/ફ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
૧૫
|
બેનીયલ
કોન્ફરન્સ તથા સીવીલ મીલટ્રી લાયઝન કોન્ફરન્સ માં ઉપસ્થીત થતા મુદદાઓ |
ગુજરાત
સરકાર તથા ભારત સરકારની સુચના મુજબ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
૧૬
|
માનદ્
જવાનોની શિક્ષા તથા શિસ્તને લગત બાબત |
મુંબઇ
હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૫૩ તથા નિયમ-૧૯૪૭ |
હેડ
કલાર્ક જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જશ્રી ક.જશ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
ક્રમ
|
વિષય
|
નિયમ/ઠરાવ/પરીપત્રોનો
નંબર-તારીખ |
વિભાગ/કચેરીનું
નામ |
૧.
|
અગીમ
ઇજાફાના હુકમો |
જીસીએસઆર
રુલ્સ-ર૦૦ર |
સામાન્ય
વહીવટ વિભાગ |
૨.
|
ફુલ
પાના સવિર્સ બુક નિભાવવા અંગેની કામગીરી |
બીસીએસઆરના
નિયમમુજબ |
કમાન્ડન્ટ
જનરલ, હોમગાર્ડઝ, ગુજરાતરાજય |
૩.
|
પાર્ટ
ટાઇમ રેમ્યનેશન ની નિમણુંક કરવા અંગે. |
ઠરાવ
નં ઇઓઆર /૧૦૯૮/૭૪૦/સીએચ તા.૨૩/૯/૯૮ |
નાણાવિભાગ.
|
૪.
|
કાર્યપત્રક
તારીજ ની કામગીરી કરવી. |
ઠરાવ
નં: પકણ/૧૦૮૮/૧૮૭૪/વસુતાપ-૨ તા.૨૨/૬/૨૦૦૪ |
સામાન્ય
વહીવટ વિભાગ. |
૫.
|
વર્ગ-
૧થી૩નાં અધિકારી/ કર્મચારીના ખાસ પગાર (ચાર્જ એલાઉન્સ) મંજુર કરવા અંગે |
ઠરાવક્રમાંક:
એસએસપી/૧૦૨૦૦૦/૩૪૫-ચ તા.૨૮/૨/૨૦૦૦ |
નાણાવિભાગ.
|
૬.
|
પાર્ટ
ટાઇમ ગાર્ડઝમેનોના વેતન સુધારવા બાબતઆદેશ |
ઠરાવ
ક્રમાંક-વિ-ર/હગદ/૧૦૯૮/૧૨૭૪, તા. ૧૯/૧/૯૯ |
ગૃહવિભાગ
|
૭.
|
વર્ગ-
૧થી૨નાં અધિકારીરજા મંજુર કરવા બાબત |
જીસીએસઆર
લીવ રુલ્સ ૨૦૦૨ |
સામાન્ય
વહીવટ વિભાગ. |
૮.
|
પાસપર્ોટ
કઢાવવા હેતુસર એન.ઓ.સી.બાબત |
ઠરાવક્રમાંક:એનઓસી/
૧૦૮૩/૧૨૧૩/ગ-૨ તા.૫/૬/૨૦૦૩ |
સામાન્ય
વહીવટ વિભાગ. |
૯.
|
રાજય
બહાર તથા રાજયમાં બોર્ડરવીંગ હોમગાર્ડઝના ડીપ્લોય મેન્ટ બાબત |
મુંબઇ
હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૫૩ તથા નિયમ-૧૯૪૭ |
ગૃહવિભાગ
|
૧૦.
|
વર્ગ-
૧ની પરચુરણ રજા મંજુર કરવા બાબત |
જીસીએસઆર
લીવ રુલ્સ ૨૦૦૨ |
સામાન્ય
વહીવટ વિભાગ. |
૧૧
|
માનદૃ
સભ્યોને ફરજ દરમ્યાન થયેલ મૃત્યુ અંગે વળતર આપવા |
ઠરાવક્રમાંક:હગદ/
૧૦૮૯/૪૬૯/ફ, તા.૭/૧૧/૯૭ |
ગૃહવિભાગ
|
૧૨
|
માનદ
જવાનોનું મરણોતર ક્રીયા ભથ્થુ મંજુર કરવા બાબત |
ઠરાવ
ન-હગદ/૧૦૨૦૦૩/૯૬૩/ફ, તા. ૨૫/૮/૨૦૦૩ |
ગૃહવિભાગ
|
૧૩
|
બોર્ડરવીંગ
હોમગાર્ડઝના જવાનોને તાલીમ આપવા બાબત |
કોમ્પેડીયમ
ઓફઇન્સ્ટ્રકશન-૨૦૦૩ |
ડીજીસીડી-ન્યુદીલ્હી
હોમગાર્ડઝ ગુજરાત રાજય |
૧૪
|
માનદ્
જવાનોની શિક્ષા તથા શિસ્તને લગત બાબત |
મુંબઇ
હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૫૩ તથા નિયમ-૧૯૪૭ |
ગૃહવિભાગ
|
ક્રમ
|
નામ
|
કચેરીનુ
સરનામુ |
ઘરનુ
સરનામુ |
ટેલીફોન
નંબર |
૧.
|
શ્રી
પી.બી.ભટ્ટ |
કમાન્ડન્ટ
જનરલ, હોમગાર્ડઝ હેડ કવાટર્સ, લાલદરવાજા, અમદાવાદ |
૨૨/૨૫૯,
આકાશદીપ એપા., અખબાર નગરની બાજુમાં, નવાવાડજ, અમદાવાદ |
કચેરી
|
રહેઠાણ
|
મોબાઇલ
|
૨૫૫૦૭૧૬૬
|
૨૭૬૨૨૪૫૭
|
|
નામઃ હોદ્દોઃ-સિનીયર કલાર્ક ( બોર્ડરવિંગ શાખા ). પગારધોરણઃ- ૪૦૦૦-૧૦૦-૬૦૦૦
૧. નીચે મુજબના વિષયો સંબંધે કામગીરી સોંપવામાં આવેલ છે.
૨. સરકારશ્રીના નિયમો/ ઠરાવો/ પરિપત્રો/ સુધારાઓની વિગત.
૩. કર્મચારી / અધિકારીઓનુ સરનામુ / ટેલીફોનની વિગત.
ક્રમ
|
વિષય
|
કયા
નિયમના આધારે કામગીરી કરો છે ? |
રજુઆતના
તબકકા |
નિર્ણય
લેવાની સત્તા કયા અધિકારીને છે? |
૧.
|
બટાલીયન
કચેરીના વાહનોના મેન્ટેઇનન્સ,આવન-જાવન, ઉપયોગ, લોંગબુકો વ્યવસ્થિત રીતે નિયમિત પણે લખાવવાની, પેટ્રોલ ડિઝલ માસિક એવરેજ કઢાવવાની અકસ્માત થાય ત્યારે ઉપરી અધિકારીને રીપર્ોટ કરવાની(જાણકરવાની) તથા વાહનો ચાલુ હાલતમાં રખાવવા અંગેની વગેરે કામગીરી. |
વડી
કચેરીના પત્ર નં. કજ/સ્ટોર્સ/એમટી/૧૩/ ૯૩, તા.૧૨/૩/૧૯૯૩. |
હેડકલાર્ક
, જે.એસ.ઓ. એસ.એસ.ઓ. ના.ક.જ. |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
૨.
|
ઉપયોગી
કાળ વટાવી ચૂંકેલા વાહનોની રદૃ બાતલ તેમજ હરાજી કરવાની મંજુરી આપવાની કામગીરી. |
સરકારશ્રીના
ગૃહવિભાગના ઠરાવ નં. જીટીએસ/૧૦/ ૨૦૦૧/૩૦૨૬/ઘ, તા.૭/૧૨/૨૦૦૨. |
હેડકલાર્ક
, જે.એસ.ઓ., એસ.એસ.ઓ., ના.ક.જ.શ્રી, ક.જ.શ્રી |
કમાન્ડન્ટ
જનરલ |
૩.
|
વાહનોની
જાળવણી, સવિસીંગ, રીપેરીંગ કરવાની મંજુરી આપવાની કામગીરી. |
નાણાંકીય
સત્તા સોંપણી નિયમો ૧૯૯૮ ના પ્રકરણ ૪ ના કોઠા-ર, ક્રમ નં.૧૧ મુજબ. |
હેડકલાર્ક
, જે.એસ.ઓ., એસ.એસ.ઓ., ના.ક.જ. |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
૪.
|
સરહદી
વિકાસ વિસ્તાર કાર્યક્રમ/ ૧૧ મા નાણા પંચ અંતર્ગત-૨૦૦૦ થી ૨૦૦૫/પોલીસ અને હોમગાર્ડઝ આધુનિકરણ યોજના હેઠળ ફાળવેલ વાહનોની ડીલીવરી લેવાની, વિમો લેવાની, આરટીઓ પાર્સીગ કરવાની કામગીરી. |
સરકારશ્રીના
ઠરાવક્રમાંક: બીડીપી/૧૦૨૦૦૪/૪૫/બીએમ / તા.૪/૮/૨૦૦૫, સરકારશ્રીના ઠરાવ ક્રમાંક: એમપીએફ/૧૦૨૦૦૪/૪૫૦/ પાર્ટ-૧/વ તા.૧૭/૩/૦૫, વડી કચેરીના આદેશ નં. કજ/સપાજી/એમપીએફ/ ૩૭૭/૪/૦૫, |
હેડકલાર્ક
, જે.એસ.ઓ., એસ.એસ.ઓ., ના.ક.જ. |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
૫.
|
ખાનગી
ઉપયોગ માટે ઓન-પેમેન્ટથી વાહન ફાળવવા અંગેની વહીવટી કામગીરી. |
નાણાં
વિભાગના ઠરાવ નં. મસભ/૧૦૨૦૦૪/૧૦૩૩, તા.૧૬/૧૨/૦૪. |
હેડકલાર્ક.
, જે.એસ.ઓ., એસ.એસ.ઓ., ના.ક.જ. |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
૬.
|
બટાલીયન
કચેરીઓના વાહનોમાં પેટ્રોલ, ડિઝલ, ઓઇલના ખર્ચ કરવા અંગે કામગીરી. |
નાણાં
વિભાગના ઠરાવ ક્રમાંક: એસએસપી/ ૧૯૯૮/૩૧૫/ ઝેડ, તા.૬/૬/૧૯૯૮. |
હેડકલાર્ક.
, જે.એસ.ઓ., એસ.એસ.ઓ., ના.ક.જ. |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
૭.
|
માસિક
નિયત મયાર્દા (૧૦૦-લીટર) કરતાં વધુ ડિઝલના વપરાશની મંજુરી આપવા અંગે. |
અત્રેની
કચેરીના પત્ર નં. કજ/સ્ટોર્સ/એમટી/૭૪/૯૮, તા.૩૦/૩/૧૯૯૮. |
હેડકલાર્ક
, જે.એસ.ઓ., એસ.એસ.ઓ., |
સીનીયર
સ્ટાફ ઓફિસર |
૮.
|
વાહનોને
જીલ્લા બહાર લઇ વાની મંજુરી આપવા અંગે. |
અત્રેની
કચેરીના પત્ર નં. કજ/સ્ટોર્સ/એમટી/ ૭૫૪/ ૨૦૦૦, તા.૧૭/૮/૨૦૦૦. |
હેડકલાર્ક.
, જે.એસ.ઓ., એસ.એસ.ઓ., ના.ક.જ. |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
૯.
|
બટાલીયન
કક્ષાએ વાહનોની લોંગબુકો નિભાવવાની કામગીરી. |
સા.વ.વિભાગના
ઠરાવ ક્રમાંક: મકમ/૧૦૨૦૦૪/૬૭૯૦/ખ, તા.૬/૧૧/૦૪. |
હેડકલાર્ક.
, જે.એસ.ઓ., એસ.એસ.ઓ., |
નાયબ
કમાન્ડન્ટ જનરલ |
ક્રમ
|
વિષય
|
નિયમ/
ઠરાવ/ પરિપત્રનો નંબર-તારીખ. |
વિભાગ
/ કચેરીનુ નામ |
૧.
|
બટાલીયન
કચેરીઓના વાહનોના મેન્ટેઇનન્સ,આવન-જાવન, ઉપયોગ,લોંગબુકો વ્યવસ્થિત રીતે નિયમિત પણે લખાવવાની, પેટ્રોલ ડિઝલ માસિક એવરેજ કાઢવાની, અકસ્માત થાય ત્યારે ઉપરી અધિકારીને રીપર્ોટ કરવો તથા વાહનો ચાલુ હાલતમાં રાખવાની વગેરે કામગીરી. |
પત્ર
નં. કજ/સ્ટોર્સ/એમટી/૧૩/ ૯૩, તા.૧૨/૩/૧૯૯૩. |
કમાન્ડન્ટ
જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય. |
૨.
|
ઉપયોગી
કાળ વટાવી ચૂંકેલા વાહનોની રદૃ બાતલ તેમજ હરાજી કરવાની કામગીરી. |
ઠરાવ
નંબર. જીટીએસ/૧૦/૨૦૦૧/૩૦૨૬/ઘ, તા.૭/૧૨/૨૦૦૨. |
ગૃહ
વિભાગ |
૩.
|
વાહનોની
જાળવણી, સવિસીંગ, રીપેરીંગ કરવાની કામગીરી. |
નાણાંકીય
સત્તા સોંપણી નિયમો ૧૯૯૮ ના ,પકરણ ૪ ના કોઠા-ર, ક્રમ નં.૧૧ મુજબ. |
નાણાં
વિભાગ |
૪.
|
પોલીસ
આધુનિકરણ યોજના હેઠળ ફાળવેલ વાહનોની ડીલીવરી લેવાની, વિમો લેવાની, આરટીઓ પાર્સીગ કરાવવાની કામગીરી. |
આદેશ
નં. કજ/એમટી/એમપીએફ/ વહન/૫૧૬ થી ૫૭૬/૦૫, તા.૨/૮/૨૦૦૫. |
કમાન્ડન્ટ
જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય. |
૫.
|
ખાનગી
ઉપયોગ માટે ઓન-પેમેન્ટથી વાહન ફાળવવા અંગેની વહીવટી કામગીરી. |
ઠરાવ
નંબર. મસભ/૧૦૨૦૦૪/૧૦૩૩/ચ, તા.૧૬/૧૨/૦૪. |
નાણાં
વિભાગ |
૬.
|
વડી
કચેરીના વાહનોમાં પેટ્રોલ, ડિઝલ, ઓઇલના ખર્ચ કરવા અંગે કામગીરી. |
ઠરાવ
ક્રમાંક : એસએસપી/ ૧૯૯૮/૩૧૫/ઝેડ, તા.૬/૬/૧૯૯૮. |
નાણાં
વિભાગ |
૭.
|
માસિક
નિયત મયાર્દા (૧૦૦-લીટર) કરતાં વધુ ડિઝલના વપરાશની મંજુરી આપવા અંગે. |
પત્ર
નં. કજ/સ્ટોર્સ/એમટી/૭૪/ ૯૮, તા.૩૦/૩/૧૯૯૮. |
કમાન્ડન્ટ
જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય. |
૮.
|
વાહનોને
જીલ્લા બહાર લઇ વાની મંજુરી આપવા અંગે. |
પત્ર
નં. કજ/સ્ટોર્સ/એમટી/ ૭૫૪/૨૦૦૦, તા.૧૭/૮/૨૦૦૦. |
કમાન્ડન્ટ
જનરલ, હોમગાર્ડઝ, ગુજરાત રાજય. |
ક્રમ
|
નામ
|
કચેરીનુ
સરનામુ |
ઘરનુ
સરનામુ |
ટેલીફોન
નંબર |
૧.
|
શ્રી
|
કમાન્ડન્ટ
જનરલ, હોમગાર્ડઝ હેડ કવાટર્સ, લાલદરવાજા, અમદાવાદ |
|
કચેરી
|
રહેઠાણ
|
મોબાઇલ
|
૨૫૫૦૭૧૬૬
|
|
|