હું શોધું છું

હોમ  |

સંદેશ
Rating :  Star Star Star Star Star   

માન. કમાન્ડન્ટ જનરલશ્રી નો સંદેશ

        રાજ્યના નાગરિકો ૭૩ વર્ષ કરતા વધુ સમયથી પોતાના વ્યવસાય/નોકરી ઉપરાંતના સમયમાં હોમગાર્ડઝમાં સેવા આપી રહેલ છે. હોમગાર્ડઝ એક “નિષ્કામ સેવા” દળ છે. નાગરિકો આ હોમગાર્ડઝ દળમાં જોડાઈ વિવિધ તાલીમો મેળવી તાલીમબધ્ધ બને છે. જે રાષ્ટ્રમાં નાગરિકો તાલીમબધ્ધ હોય તે રાષ્ટ્રમાં એક સામાન્ય શિસ્તબધ્ધ સમાજ (General Disciplined Society) નું નિર્માણ થાય છે. આમ, કાયદો અને વ્યવસ્થામાં પોલીસની સાથે ખભે ખભો મિલાવી સેવા આપતા હોમગાર્ડઝના જવાનો થી સામાજિક નિર્માણ નો પણ ફાયદો થાય છે.

      હોમગાર્ડઝ દળએ પોલીસનું સહાયક દળ છે. પોલીસની મદદમાં કાયદો-વ્યવસ્થાની ફરજો લોકસભા, વિધાનસભા વિગેરે ચૂંટણીની ફરજો, ટ્રાફિક, V.V.I.P. તથા ધાર્મિક બંદોબસ્ત અને રાજ્ય બહાર પણ હોમગાર્ડઝ સભ્યો ખડે પગે પોતાની ફરજો બજાવી રહ્યા છે.

     તદ્ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે રક્તદાન, વૃક્ષારોપણ, સ્વાસ્થ્ય સંબંધી જાગૃતતા, સ્વચ્છતા અભિયાન જેવા કાર્યોમાં હોમગાર્ડઝ દળ પોતાનું યોગદાન આપી રહેલ છે. જાગૃત, નિષ્ઠાવાન અને રાષ્ટ્રભક્ત નાગરિકોને આ દળ માં જોડાઈ રાષ્ટ્રીય સેવા કરવા આહવાન આપું છું. હાલમાં હોમગાર્ડઝ દળના સભ્યો કોરોના મહામારીના સમયમાં કોરોના સંક્રમણ અટકાવવા રેડઝોન, કંન્ટેઇનમેન્ટ ઝોન તથા માઈક્રો કંન્ટેઇનમેન્ટ ઝોન વિસ્તારોમાં પ્રતિબધ્ધતા અને ખંત પૂર્વક કર્તવ્ય નિભાવી રહ્યા છે. જેનો મને આનંદ થાય છે.

       ૧૯૭૧ના ભારત – પાક. યુધ્ધ બાદ ભારત સરકારે સરહદના ગામોમાં નાગરિકોને તાલીમબધ્ધ કરવાનો નિર્ણય કર્યો જેથી સાવચેતી રહે અને ઘૂસણખોરી અટકે તે માટે વર્ષ ૧૯૭૯ માં હોમગાર્ડઝ ની સરહદી પાંખની બટાલીયન ઊભી કરવામાં આવી હતી.   

      હાલમાં બોર્ડરવીંગના જવાનો B.S.F. તથા આર્મી સાથે ખભે ખભા મિલાવી અતિ મહત્વની ફરજો બજાવે છે. શાંતિના સમયમાં પોલીસની મદદમાં રાજયમાં તથા રાજ્ય બહાર ચૂંટણી ફરજો તથા કાયદો અને વ્યવસ્થાની કામગીરી સફળતા પૂર્વક બજાવી રહયા છે.

        હું સર્વે હોમગાર્ડઝ બોર્ડરવીંગના જવાનોને તેઓએ આપી રહેલ સેવા માટે પ્રશંસા કરું છું અને આવી ફરજો સખત મહેનત, પ્રમાણિકતા, નિષ્ઠાપૂર્વક નિભાવાનું ચાલુ રાખે તથા સ્વસ્થ રહે તેવી શુભેચ્છા પાઠવું છું.        

        જય હિન્દ.

                                                                                                                        શ્રી મનોજ અગ્રવાલ

        કમાન્ડન્ટ જનરલ,

        હોમગાર્ડઝ, ગુજરાત રાજ્ય.

 

 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 14-09-2023