|
નાગરિક અધિકારપત્ર
નિષ્કામ માનદ સેવા રાષ્ટ્રીય સેવામાં જોડાવો
(૧) ગૃહરક્ષકદળ દળમાં ભરતી થવા માટે નીચે મુજબની લાયકાત નિયત કરેલી છે.
- ઉંમર ૧૮ વર્ષથી વધુ અને ૫૦ વર્ષથી ઓછી હોવી જોઇએ.
- સરકારશ્રીએ નિયત કરેલા ધોરણો મુજબ તે તબીબી અને શારીરિક દ્રષ્ટિએ યોગ્ય હોવા જોઇએ.
(૨) ગૃહરક્ષદળના સભ્યોના કાર્યો અને ફરજો.
- પોલીસની મદદમાં કાયદો અને વ્ય્વસ્થાની જાળવણી કરવી.
- સરકારી મકાનોની ચોકી કરવી.
- કુદરતી અને માનવસર્જીત આપત્તિ સમયે બચાવ-રાહતની કામગીરી બજાવવી.
- રાજય સરકાર અથવા કમાન્ડન્ટ જનરલશ્રી વખતોવખત સોંપે તેવી ફરજો બજાવવી.
- આ સંસ્થા માનદ છે, સભ્યો પગારદાર કે કાયમી કર્મચારી નથી. જેથી પગાર ચુકવવામાં આવતો નથી.
- એક દિવસનું ફરજ ભથ્થા રૂ.૩૦૦/- અને ધોલાઈ ભથ્થું રૂ,૪/- લેખે કુલ ફરજ ભથ્થુ રૂ.૩૦૪/- ઈ-પેમેન્ટ મારફતે ચૂકવવામાં આવે છે.
(૩) ગૃહરક્ષકદળના ભથ્થાઓ ફરજ પર બોલાવવામાં આવે ત્યારે....
- સ્થાનિક અસામાન્ય સંજોગોમાં ૧૨ કલાકથી વધુ ફરજ માટે રીફ્રેશમેન્ટ ભથ્થુ રૂા.૧૫/-
- આઠ કી.મી.બહારની ફરજ માટે ફરજભથ્થા ઉપરાંત ચૂકવેલુ ખરેખર ભાડું દૈનિક ભથથુ સમય પ્રમાણે રૂા.૫૫/-
- પોકેટ એલાઉન્સ એક પરેડના રૂા.૪૦/- મહિનામાં ચાર પરેડમાંથી બે પરેડ અઢી કલાક કરવી ફરજીયાત છે.
માનદ સભ્યોના હોદાની મુદત ત્રણ વર્ષની છે.
|
|