હું શોધું છું

હોમ  |

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો
Rating :  Star Star Star Star Star   

સંગઠનની વિગતો, કાર્યો અને ફરજો

                ડાયરેકટર જનરલ, હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ અને Ex Officio-કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક સંરક્ષણ

                સને ૧૯૬૦ થી બૃહદ મુંબઇ રાજય અલગ થતાં ગુજરાત રાજય અસ્તિત્વમાં આવેલ, તે સમયે શ્રી ઉદયન ચિનુભાઇ બેરોનેટ માનદ અધિકારી તરીકે કમાન્ડન્ટ જનરલની ફરજ બજાવતા હતા.સરકારશ્રીનાં ગૃહવિભાગના ઠરાવક્રમાંકઃહગદ/૧૧૮૭૯૮૯/એફ, તા.૭/૯/૧૯૮૭ થી કમાન્ડન્ટ જનરલ હોમગાર્ડઝની જગ્યા ઉપર  પોલીસ ખાતાના આઇ.પી.એસ. કેડરના અને ડાયરેકટર જનરલ ઓફ પોલીસ કક્ષાના પગારદાર અધિકારીને નિમણૂક આપવામાં આવી. ડાયરેકટર જનરલ, હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ અને Ex Officio-કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક સંરક્ષણને નાગરિક સંરક્ષણ તંત્રની કામગીરી પણ સોપવામાં આવેલ છે. હોમગાર્ડઝ, નાગરિક સંરક્ષણ અને ગ્રામ રક્ષકદળની પ્રવૃતિઓ પર રાજયકક્ષએ નિયંત્રણ રહે તથા દેખરેખ રાખી શકાય તે ધ્યાને લઇ ખાતના વડાની જગ્યા ઉભી કરવામાં આવી છે. 

 

                ડાયરેકટર જનરલ, હોમગાર્ડઝ અને નાગરિક સંરક્ષણ અને Ex Officio-કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક સંરક્ષણને ગુજરાત રાજય અમદાવાદને ખાતાના વડા તરીકે વહીવટી તેમજ નાણાકીંય બાબતોની સંપૂર્ણ સત્તા, હોમગાર્ડઝ તથા બોર્ડરવીંગ હોમગાર્ડઝની તાલીમ, ફરજ ઉપર મુકવા, ગણવેશ તથા સ્ટોર્સ આર્ટીકલ્સ ખરીદવા અંગેની સંપૂર્ણ સત્તા હોમગાર્ડઝ સંસ્થાના વેલફેર અંગેની કાર્યવાહી હોમગાર્ડઝ આધુનિકરણ તથા આઇટી ગ્રાન્ટ દ્રારા હોમગાર્ડઝ સંસ્થાને અર્ધતન કરવા યોજના તૈયાર કરવી તદઉપરાંત સરકાર દ્રારા સોપવામાં આવતી કામગીરી કરવા માટેની સંપૂર્ણ સત્તાઓ એનાયત થયેલ છે.

          હોમગાર્ડઝ કચેરી અસ્તિત્વમાં આવી ત્યારથી કમાન્ડન્ટ જનરલ, હોમગાર્ડઝ અને નિયામક નાગરિક સંરક્ષણ, ગુજરાત રાજય, અમદાવાદની જગ્યા પર નીચે મુજબના અધિકારીઓએ ફરજ બજાવેલ છે.

ક્રમ

નામ

સમયગાળો

શ્રી ઉદયન ચિનુભાઇ બેરોનેટ(માનદ)

તા.૧/૫/૬૦ થી તા.૧૬/૯/૮૭

શ્રી શીવલાલ(આઇ.પી.એસ.)

તા.૧૭/૯/૮૭ થી તા.૪/૧/૯૦

શ્રી બી.કે.ઝા(આઇ.પી.એસ.)

તા.૯/૧/૯૦ થી તા.૩૧/૩/૯૦

શ્રી એ.કે.ટંડન(આઇ.પી.એસ.)

તા.૬/૪/૯૦ થી તા.૫/૭/૯૧

શ્રી એસ.એન.સિંહા(આઇ.પી.એસ.)

તા.૩/૯/૯૧ થી તા.૧૧/૯/૯૨

શ્રી જે.એસ.બિન્દ્રા(આઇ.પી.એસ.)

તા.૭/૧૦/૯૦ થી તા.૧૩/૧૨/૯૩

શ્રી સી.પી.સિંગ(આઇ.પી.એસ.)

તા.૧૪/૧૨/૯૩ થી તા.૩૦/૧૧/૯૫

શ્રી પી.કે.બંસલ(આઇ.પી.એસ.)

તા.૧/૧૨/૯૫ થી તા.૩/૬/૯૬

શ્રી વિજયસિંહ ગુમાન(આઇ.પી.એસ.)

તા.૪/૬/૯૬ થી તા.૭/૬/૯૭

૧૦

શ્રી કે.એસ.ચતુર્વેદી(આઇ.પી.એસ.)

તા.૭/૬/૯૭ થી તા.૨૧/૪/૯૮

૧૧

શ્રી આર.ડી.તામ્હણે(આઇ.પી.એસ.)

તા.૧૮/૫/૯૮ થી તા.૩૦/૯/૨૦૦૦

૧૨

શ્રી કે.એસ.ચતુર્વેદી(આઇ.પી.એસ.)

તા.૨૧/૧૦/૨૦૦૦ થી તા.૧૦/૪/૨૦૦૨

૧૩

શ્રી આર.એન.ભટૃાચાર્ય(આઇ.પી.એસ.)

તા.૧૧/૪/૨૦૦૨ થી તા.૨૨/૫/૨૦૦૨

૧૪

શ્રી એ.કે.ભાર્ગવ(આઇ.પી.એસ.)

તા.૨૩/૫/૨૦૦૨ થી તા.૯/૧૧/૨૦૦૩

૧૫

શ્રી એમ.કે.ટંડન(આઇ.પી.એસ.)

તા.૧૦/૧૧/૨૦૦૩ થી તા.૨૩/૦૨/૨૦૦૫

૧૬

શ્રી એ.સી.ભાર્ગવ(આઇ.પી.એસ.)

તા.૨૪/૦૨/૨૦૦૫ થી તા.૩૧/૧૦/૨૦૦૫

૧૭

શ્રી પી.સી.પાંડે(આઇ.પી.એસ.)

તા.૧/૧૧/૨૦૦૫ થી તા.૨૬/૧/૨૦૦૬

૧૮

શ્રી જી.સી.રાયગર(આઇ.પી.એસ.)

તા.૨૭/૦૧/૨૦૦૬ થી તા.૩૦/૬/૨૦૦૭

૧૯

શ્રી દિપક સ્વરૂપ(આઇ.પી.એસ.)

તા.૧/૭/૨૦૦૭ થી તા.૨૫/૭/૨૦૦૮

૨૦

શ્રી રાજન પ્રિયદર્શી(આઇ.પી.એસ.)

તા.૨૫/૭/૨૦૦૮ થી તા.૨૬/૨/૨૦૦૯

૨૧

શ્રી આર.એમ.એસ.બ્રાર(આઇ.પી.એસ.)

તા.૨૬/૨/૨૦૦૯ થી તા.૩૦/૧૧/૨૦૧૦

૨૨

શ્રી એસ.કે.સિન્હા(આઇ.પી.એસ.)

તા.૧/૧૨/૨૦૧૦ થી તા.૧૯/૬/૨૦૧૧

૨૩

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૨૦/૬/૨૦૧૧ થી તા.૨૩/૯/૨૦૧૨

૨૪

શ્રી દિપક સ્વરૂપ(આઇ.પી.એસ.)

તા.૨૪/૯/૨૦૧૨ થી તા.૩૧/૩/૨૦૧૩(ચાર્જમાં)

૨૫

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૧/૪/૨૦૧૩થી તા.૨૦/૧૨/૨૦૧૩

૨૬

શ્રી એચ.પી.સીંધ(આઇ.પી.એસ.)

તા.૨૧/૧૨/૨૦૧૩ થી તા.૩૧/૩/૨૦૧૭

૨૭

શ્રીમતી ગીથા જોહરી(આઇ.પી.એસ.)

તા.૧/૪/૨૦૧૭ થી તા.૨/૧૦/૨૦૧૭(ચાર્જમાં)

૨૮

શ્રી પ્રમોદકુમાર(આઇ.પી.એસ.)

તા.૩/૧૦/૨૦૧૭ થી તા.૨૮/૨/૨૦૧૮(ચાર્જમાં)

૨૯

શ્રી ટી.એસ.બિષ્ટ(આઇ.પી.એસ.)

તા.૬/૩/૨૦૧૮થી તા.૧૬/૭/૨૦૧૮(ચાર્જમાં)

૩૦

શ્રી પી.બી.ગોંદિયા(આઇ.પી.એસ.)

તા.૧૭/૭/૨૦૧૭ થી તા.૬/૩/૨૦૧૯

૩૧

શ્રી ટી.એસ.બિષ્ટ(આઇ.પી.એસ.)

તા.૭/૩/૨૦૧૯ થી  હાલ ચાલુ

 

Page 1 [2]
 


આપની સેવામાં

 

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધો

 વિગતવાર જુઓ
 

  ડિસ્ક્લેમર     |     પ્રતિભાવ

Last updated on 30-08-2019